દેશને મળ્યા પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મૂની જીત

0
191
સાંસદોના મતોની ગણતરીમાં 540 વોટ દ્રૌપદી મુર્મૂને મળ્યા, જ્યારે યશવંત સિંહાને 208 વોટ મળ્યા
બીજા રાઉન્ડમાં દ્રૌપદી મુર્મૂને 809 વોટ

દિલ્હી:  દેશને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા છે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત થઇ છે. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા વોટ મેળવી લીધા છે. તેમણે વિપક્ષ ઉમેદવાર યશવંત સિંહાને હરાવ્યા છે. જોકે, હજુ એક રાઉન્ડની ગણતરી બાકી છે, પરંતુ હવે તે માત્ર એક ઔપચારિકતા જ છે. રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરીના ત્રણ રાઉન્ડમાં કુલ 3219 મત હતા. જેનું મૂલ્ય 8,38,839 હતું. જેમાંથી દ્રૌપદી મુર્મૂને 2161 મત મળ્યા, જેનું મૂલ્ય 5,77,777 છે. જ્યારે યશવંત સિંહાને 1058 વોટ મળ્યા, જેનું મૂલ્ય 2,61,062 છે. આજે સવારે 11 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંસદ ભવન પરિસરમાં મતગણતરી ચાલી રહી છે. બીજા રાઉન્ડમાં પણ દ્રૌપદી મુર્મૂ આગળ હતા. સાંસદોના મતોની ગણતરીમાં 540 વોટ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા, જ્યારે યશવંત સિંહાને 208 વોટ મળ્યા હતા. ઉપરાંત 15 વોટ અમાન્ય જાહેર કરાયા હતા.રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ બીજા રાઉન્ડની મતગણતરીની માહિતી આપતાં કહ્યુ હતુ કે, બીજા રાઉન્ડની મતગણતરીમાં પહેલા 10 રાજ્યોના મતપત્રોની આલ્ફાબેટિકલી ગણતરી કરવામાં આવી. જેમાં કુલ 1138 માન્ય મત પડ્યા, જેનું મૂલ્ય 1,49,575 હતું. જેમાંથી દ્રૌપદી મુર્મૂને 809 વોટ મળ્યાં, જેનું મૂલ્ય 1,05,299 હતું. યશવંત સિંહાને 329 વોટ મળ્યા, જેનું મૂલ્ય 44,276 હતું.મતદાન દરમિયાન કુલ 748 મતને કાયદેસર મનાયા છે. કુલ મતોની વેલ્યુ 5,23,600 છે. જેમાંથી દ્રૌપદી મુર્મૂને 540 વોટ એટલે કે 3,78,000 મત મળ્યા છે. જ્યારે યશવંત સિંહાને 208 વોટ મળ્યા છે, જેની વેલ્યૂ 1,45,600 છે.દેશના નાગરિકો નવા રાષ્ટ્રપતિને લઇને ઉત્સુક છે. આજે રાષ્ટ્રીય ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં 99 ટકાથી વધુ મતદાન થયું હતું. એનડીએ તરફથી દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. જ્યારે યશવંત સિંહા યુપીએના ઉમેદવાર હતા. ગત 18 જુલાઇના રોજ રાષ્ટ્રપતિ પદ માટે મતદાન કરાયું હતું. આ દરમિયાન ક્રોસ વોટિંગની વાતો પણ સાંભળવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here