એલોપેથી અને આર્યુવેદના ડોક્ટરોનો પગાર સમાન ન હોઈ શકે, સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

0
42

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની અપીલ સ્વીકારી લીધી

સુપ્રીમ કોર્ટે બુધવારે એલોપેથી અને આયુર્વેદ ડૉક્ટરના પગારના મુદ્દા પર મોટી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આયુર્વેદિક ડૉક્ટરોને એલોપેથિક ડૉક્ટરો જેટલો જ પગાર અને સુવિધાઓનો હકદાર ગણી શકાય નહીં. આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે 2012માં ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય સામે રાજ્ય સરકારની અપીલ સ્વીકારી લીધી છે.
હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા આયુર્વેદિક ડૉક્ટરોને પણ સરકારી એલોપેથી  ડોકટરો જેટલો જ પગાર અને અન્ય સુવિધાઓનો હકદાર ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે અમે એવું બિલકુલ નથી કહી રહ્યા કે આયુર્વેદિક ડૉક્ટરોનું કામ ઓછું મહત્વનું છે.
શું ક્હ્યું સુપ્રીમ કોર્ટે ?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડૉક્ટરોની બંને શ્રેણી ચોક્કસપણે સમાન વેતનના હકદાર બનવા માટે સમાન કામ કરી રહી નથી. અદાલતે કહ્યું કે જે રીતે એલોપેથીના ડોકટરો ઈમરજન્સી ડ્યુટી અને ટ્રોમા કેરમાં કુશળ છે તે કામ આયુર્વેદના ડૉક્ટરો કરી શકતા નથી. ખંડપીઠે કહ્યું કે આયુર્વેદ ડૉક્ટરો માટે જટિલ સર્જરીમાં મદદ કરવી શક્ય નથી પરંતુ MBBS ડૉક્ટરો આ કાર્ય કરી શકે છે. અદાલતે વધુમાં કહ્યું કે પોસ્ટમોર્ટમમાં આયુર્વેદ ડૉક્ટરોની જરૂર રહેતી નથી. શહેરો અને નગરોની જનરલ હોસ્પિટલોની ઓપીડીમાં એમબીબીએસ ડૉક્ટરો સેંકડો દર્દીઓ જુએ છે આ બાબતમાં આયુર્વેદ ડૉક્ટરોમાં એવું હોતું નથી.
હાઈકોર્ટના નિર્ણયને સરકારે પડકાર્યો હતો
ગુજરાતના સરકારી આયુર્વેદિક ડૉક્ટરોએ માંગ કરી હતી કે 1990માં કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલ ટીકુ કમિશનની ભલામણો તેમના પર પણ લાગુ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટે 2012માં તેમનો મુદ્દો માન્ય રાખ્યો હતો. તેની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે આયુર્વેદ ડૉક્ટરની પ્રેક્ટિસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો ભવ્ય ઈતિહાસ છે પરંતુ તેમના કામની સરખામણી એમબીબીએસ ડૉક્ટરોના કાર્ય સાથે કરી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here