લગ્નમાં જો જાતે કરી રહ્યા છો મેકઅપ, તો આ ટિપ્સને કરો ફોલો

0
163
જે તમારા બ્રાઇડલ મેકઅપને ખાસ અને સરળ બનાવવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ તમારા લગ્ન માટે લગ્નના મેકઅપની તૈયારી કેવી રીતે કરવી.
જે તમારા બ્રાઇડલ મેકઅપને ખાસ અને સરળ બનાવવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ તમારા લગ્ન માટે લગ્નના મેકઅપની તૈયારી કેવી રીતે કરવી.

સામાન્ય મેકઅપની તુલનામાં વેડિંગ મેકઅપ ખાસ અને ભારે હોય છે. વેડિંગ મેકઅપ ફોટોગ્રાફી (Wedding Photography) અને લાઇટિંગને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવે છે જેથી દુલ્હન (Bride)ના ફોટા દરેક ફ્રેમમાં સુંદર આવે. જો તમે ઘરે જ તમારા પોતાના વેડિંગ મેકઅપ (self wedding makeup) કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમારા માટે કેટલીક એક્સપર્ટ મેકઅપ ટિપ્સ લાવ્યા છીએ

1. પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ

તમે ભલે સારો મેકઅપ કરી શકતા હોવ પરંતુ બ્રાઇડલ મેકઅપ કરતા પહેલા તમે સંપૂર્ણ વેડિંગ મેકઅપની પ્રેક્ટિસ કરો તે મહત્વપૂર્ણ છે. એટલું જ નહિ જો પ્રોડક્ટમાં તમારો મેકઅપ પૂર્ણ થાય છે તેને લખતા પણ જાઉં. સારુ થશે જો તમે મેકઅપ સ્ટેપ્સ લખતા પણ જાઉ. આવું કરવાથી લગ્નના દિવસે સ્ટ્રેસ નહિ થાય અને વઘુ સારી રીતે મેકઅપ કરી શકશો.

2. શાંત જગ્યા પસંદ કરો

ક્યારેક મહેમાનો મેકઅપ રૂમમાં આવતા રહે છે અને ઉતાવળ પણ થાય છે. આવા કિસ્સામાં, બ્રાઇડલ મેકઅપ માટે તમે શાંત, એકલતા અને આરામદાયક ઓરડો પસંદ કરો. ધ્યાન રાખો કે ત્યાં પ્રકાશની સંપૂર્ણ વ્યવસ્થા હોય.

3.ફેશિયલ જરૂરી

સંપૂર્ણ મેકઅપ માટે તમારા ચહેરાને સાદા કેનવાસની જેમ તૈયાર રહેવાની જરૂર છે. આ માટે તમારે લગ્નના 3થી 4 મહિના પહેલા રેગ્યુલર ફેશિયલ કરાવવું જરૂરી છે. આનાથી મેકઅપ સ્કિનમાં સરળતાથી ફિટ થઈ જશે.

4. મેકઅપ પ્રોડક્ટ્સને ધ્યાનમાં રાખો

લગ્નના દિવસ પહેલા તમારા મેકઅપ પ્રોડક્ટ્સ તૈયાર રાખો. તમારી ત્વચાના બંધારણને અનુરૂપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.

5. એસપીએફ પ્રોડક્ટ્સથી રહો દૂર

એસપીએફ ઉત્પાદનોમાં ઝિંક અને ટાઇટેનિયમ ઓક્સાઇડ હોય છે જે સ્કીન પર વાઈટ કાસ્ટ કરે છે. આ કારણથી ફોટોગ્રાફી દરમિયાન ફ્લેશ લાઇટમાં ખરાબ ફોટો આવી શકે છે.

6.પ્રાઇમરનો કરો ઉપયોગ

જો તમે મેકઅપ પહેલાં પ્રાઇમરનો ઉપયોગ કરશો, તો તે તમારી ત્વચાને વધુ ટેક્સચર અને સેટલ્ડ બનાવશે. તે તમારા મેકઅપને લાંબા સમય સુધી ફ્રેશ રાખશે.

7. આઇ પ્રાઇમરનો પણ કરો ઉપયોગ

આંખોની સુંદરતા વધારવા માટે તમારે આંખના પ્રાઇમરની જરૂર છે. તમારી પાંપણો પર આઇ-પ્રેડ સારી રીતે સેટ કરવા માટે આઇ-પ્રાઇમરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.

8. યોગ્ય ફાઉન્ડેશન અને કન્સીલર કરો પસંદ

તમારી ત્વચા અનુસાર ફાઉન્ડેશન ખરીદો. નહીંતર તમારી ત્વચા કાં તો ચીકણી અથવા સૂકી લાગી શકે છે. આ ઉપરાંત ફોટોગ્રાફીના સમયમાં સફેદ પાવડરનો વધુ પડતો ઉપયોગ સફેદ દેખાઈ શકે છે. હંમેશાં ક્રીમી કન્સીલરનો ઉપયોગ એ લગ્ન માટે પરફેક્ટ હોય છે.આ બાબતોનુ પણ ધ્યાન રાખો

– હંમેશા વોટરપ્રૂફ મસ્કરાનો ઉપયોગ કરો.

– મેકઅપ પછી સેટિંગ સ્પ્રે જરુર કરો.

– લીપ કલર પર વઘારે લેયર કરો.

– હંમેશા બ્લોટિંગ શીટ સાથે રાખો અને મેકઅપને ટચ અપ આપતા રહો.

– ચમકતા પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here