વડોદરા કોર્પોરેશન અઢી વર્ષ બાદ સ્ક્રેપની હરાજી કરશે : સ્ક્રેપ વેચાણ સમિતિમા સ્થાયી સમિતિના બે સભ્યની પસંદગી કરાશે

0
64
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ક્રેપ માલસામાનની હરાજીની પ્રક્રિયા હાથ ધરતા સ્ક્રેપ વેચાણ સમિતિમા સ્થાયી સમિતિના બે સભ્યોની પસંદગી કરવા અંગેની દરખાસ્ત નિર્ણય હેતુ સ્થાયી સમિતિ સમક્ષ રજુ થઈ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ સ્ટોર શાખા દ્વારા વિવિધ શાખાઓ પાસે જમા થયેલ સ્ક્રેપ માલ સામાનનું રાજ્ય સરકારની સંસ્થા એન. કોડસોલ્યુશનની વેબસાઈટ એનપ્રોકયુર ડોટ કોમ પર ઈ ઓક્શન દ્વારા હરાજીથી વેચાણ કરવામાં આવે છે. અગાઉ વર્ષ 2020માં હરાજી દ્વારા માલસામાનનું વેચાણ થયું હતું. તેમજ હાલમાં વિવિધ શાખા પાસેથી આવેલ માહિતીના આધારે કોર્પોરેશનના વેલ્યુઅર  વિશ્વકર્મા કન્સલ્ટન્ટની માહિતી પ્રમાણેના સ્ક્રેપ માલ સામાનનું વેલ્યુએશન કરવાની કામગીરી હાથ ધરાયેલ છે.  સ્ક્રેપ વેચાણ સમિતિમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ), ચીફ ઓડિટર, ચીફ એકાઉન્ટન્ટ, સેન્ટ્રલ સ્ટોર ખાતાના વડા તથા કાર્યપાલક ઇજનેર (સ્ટોર)નો સમાવેશ થાય છે. તેઓ સાથે સ્થાયી સમિતિના બે સભ્યોની પણ વખતોવખત નિમણૂક થતી હોય છે. તાજેતરની સ્થાયી સમિતિ નિમાયા બાદ પ્રથમ વખત હરાજીની કાર્યવાહી હાથ ધરાઈ હોય સ્ક્રેપ વેચાણ સમિતિમાં સ્થાયી સમિતિના બે સભ્યોની પસંદગી કરવા અંગેની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તરફથી રજૂ થઈ છે. આગામી શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ સંદર્ભે નિર્ણય થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here