અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે, ચૂંટણી માટે બનાવશે રણનીતિ

0
288
અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે.
અમદાવાદ ખાતે વધુ એક ગેરંટીની ઘોષણા કરશે. ગેરંટી ઘોષણા બાદ મંગળવારે અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે.

અમદાવાદ : 2022 વિધાનસભા ચૂંટણી લઈ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરવાનું શરૂ કરી દીધું છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવાની છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતના પ્રવાશે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. ટાઉનહોલ કાર્યકમો અને પ્રદેશ નેતા અને કાર્યકરોની બેઠકમાં ઉપસ્થિત રહેશે. આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ 11 સપ્ટેમ્બરની સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે. અરવિંદ કેજરીવાલ આજે રાતે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. 12 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ સવારે 10 વાગ્યે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા ઓટો ડ્રાઈવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે અમદાવાદ ખાતે ટ્રેડર્સ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે 4 વાગ્યે અમદાવાદ ખાતે જ એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરના સવારે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે અને કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. બપોરે 12 વાગે અમદાવાદ ખાતે  વધુ એક ગેરંટીની ઘોષણા કરશે. ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલ સાંજે  દિલ્હી જવા રવાના થશે. અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના પ્રવાસે આવશે અને પ્રદેશ નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે. આ મુલાકાત દરમિયાન ચુંટણીને લઈ રણનીતિ તૈયાર કરશે. તેમજ ઉમેદવાર જાહેર કર્યા બાદ વિવાદ થયો છે તેની પણ માહિતી મેળશે. ડેમેજ કંટ્રોલ કરવા રણનીતિ તૈયાર કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here