ગુજરાતના અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવું આહ્લાદક વાતાવરણ; સાબરમતી નદી ઉપર ધુમ્મસની પાતળી ચાદર પથરાઈ

0
265
હવામાન વિભાગે આગામી સમયમાં ગુજરાતમાં ઠંડીની આગાહી કરી હતી. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો જોર વધી શકે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે
હવામાન વિભાગે આગામી સમયમાં ગુજરાતમાં ઠંડીની આગાહી કરી હતી. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો જોર વધી શકે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે

અમદાવાદ: ગુજરાતમાં રોજેરોજ ઠંડીનું જોર વધી રહ્યું છે. અમદાવાદમાં સૌથી ઓછું 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અન્ય શહેરોનો પારો ગગડતાં શહેરીજનો ઠુંઠવાયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. આજે રાજ્યના અનેક શહેરોમાં ધૂમમસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી ધૂમમ્સની પાતળી ચાદર પથરાઈ છે. સાબરમતી નદી ઉપર ધુમ્મસ પથરાતાં આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગે આગામી સમયમાં ગુજરાતમાં ઠંડીની આગાહી કરી હતી. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો જોર વધી શકે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. હાલ રાજ્યમાના મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર ભારતમાં  થયેલ હિમવર્ષાના પગલે પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાય રહ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાનના પારો ગગડતાં શૂન્યે પહોંચી જતા અહીં બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં વાહનો,વૃક્ષો પર બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે.નોંધનીય છે કે, ગુજરાતમાં  શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે ઠંડીએ જોર  પકડવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડિગ્રી નીચું નોંધાતા મોડી સાંજે સામાન્ય કરતાં ઠંડીની વધુ અસર જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં  સૌરાષ્ટ્ર, કચ્છ  અને ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે. 

અમરેલીમાં ધુમ્મસની ચાદર છવાઇ
અમરેલી શહેરમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ ગઈ છે. હાલ શહેરના અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવુ આહ્લાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઝીરો વિજીબલીટીથી વાહન ચાલકોને પરેશાની જોવા મળી રહી છે. કડકડતી ઠંડી અને ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ગણ્યા ગાઠ્યા જ લોકો મોર્નિંગ વોક પર નીકળ્યા હતા.

રાજકોટમાં ગાઢ ધૂમમ્સ
જેતપુરમાં અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધૂમ્મલ છવાયો છે. વહેલી સવારે ઠંડી સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે. હાઇ-વે પર વાહનો ચલાવવા મુશ્કેલી આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here