કંઝાવાલા કેસ: પીડિત પરિવારના ઘરે બની ચોરીની ઘટના

0
160
અંજલીના મામાએ ફરી એક વખત પોલીસને આડે હાથ લીધી
કરન વિહાર સ્થિત ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો

નવી દિલ્હી : કંઝાવાલા કેસની મૃતિકા અંજલીના ઘરે કરન વિહારમાં ચોરીની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તોળુ તોડીને LCDની ચોરી કરવામાં આવી છે. હવે આ મામલે અંજલીના મામાએ એક વખત ફરી પોલીસને આડે હાથ લીધી છે. ઘટના બાદ અંજલીનો પરિવાર પોતાનું ઘર છોડીને મામાના ઘરે સુલ્તાનપુરીમાં રહી રહ્યા છે. આ મામલે પીડિત પરિવાર શરૂઆતથી જ પોલીસ તપાસ પર સવાલ ઉઠાવી રહ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે, તાળુ તોડીને ટીવી સહિત અનેક સામાનની ચોરી કરવામાં આવી છે. બીજી તરફ અંજલીની બહેનનુ કહેવું છે કે, તેમને નિધિ પર શંકા છે. તેમણે કહ્યું કે, પોલીસની સાથે મળીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવારે રાત્રે કરન વિહાર સ્થિત ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યાં અંજલી રહેતી હતી. રાત્રે આ ઘરમાં કોઈ નહોતું. એક પડોસી પરિવારે વહેલી સવારે ઘરની બહાર જોયુ તો બલ્બ બંધ છે અને ઘરનો ગેટ ખુલ્લો છે તો અંજલીના પરિવારને સૂચના આપી. અંજલીના પરિવારે પોલીસને પણ બોલાવ્યા હતા. અંજલીની બહેને  વાતચીત કરતા જણાવ્યું કે, ઘરમાંથી ટીવી ઉપરાંત વાસણો અને કપડા પણ ગાયબ છે. બીજી તરફ અંજલીના માતાનું કહેવું છે કે, એવું બની શકે કે, ઘરમાં કોઈ એવો સામાન રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય જેનાથી તેમની પુત્રી પર સવાલ ઉઠી શકે. તેમને કોઈના પર શંકા છે એવો સવાલ કરતા તેમણે જણાવ્યું કે, નિધિનું ષડયંત્ર હોય શકે છે. પોલીસની સાથે મળીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.  31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે અંજલીને સુલતાનપુરી અને કાંઝાવાલા વચ્ચે કારમાં ઢસેડીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. સ્કૂટીને ટક્કર માર્યા બાદ આરોપી અંજલીને 12 કિલોમીટર સુધી ઢસડી હતી. આ કરૂણ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે સ્કૂટી પર બેઠેલી તેની મિત્ર નિધિને સામાન્ય ઈજાઓ થતાં ઘરે જતી રહી હતી. પોલીસે તેને કેસમાં સાક્ષી બનાવી છે જ્યારે પરિવાર નિધિ પર આરોપ લગાવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here