જાડેજા ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર : અક્ષરનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ

0
273
ટી-૨૦ વર્લ્ડ કપ જાડેજા ફિટ થાય તેવી ટીમ મેનેજમેન્ટને આશા
જમણા ઘુંટણની ઈજાથી જાડેજા પરેશાન

દુબઈ : ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘુંટણની ઈજાના કારણે એશિયા કપ ટી-૨૦ની બાકીની મેચીસમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય પસંદગીકારોએ જાડેજાના સ્થાને સ્ટેન્ડબાય ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાંઆવ્યો છે. જાડેજાને જમણા ઘુંટણની ઈજા પરેશાન કરી રહી છે. હવે ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા છે કે, તે ઓક્ટોબરમાં ટી-૨૦ વર્લ્ડ કપ શરૃ થાય તે પહેલા ફિટ થઈ જશે. અગાઉ ઘુંટણની ઈજાના કારણે જાડેજાને જુલાઈમાં વિન્ડિઝ પ્રવાસ ગુમાવવો પડયો હતો. અલબત્ત, બીસીસીઆઇએ જાડેજાની ઘુંટણની ઈજાની ગંભીરતા અને તેને સાજા થતાં કેટલો સમય લાગશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહતી. ભારતને ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે દ્વિપક્ષિય શ્રેણી રમવાની છે. જાડેજાએ એશિયા કપની પ્રથમ ગૂ્રપ મેચમાં પાકિસ્તાન સામે ભારતના વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તે ચોથા ક્રમે બેટિંગમાં ઉતર્યો હતો અને ૨૯ બોલમાં ૩૫ રન નોંધાવતા જીતનો પાયો નાંખ્યો હતો. તેણે બોલિંગમાં પણ કમાલ કરી હતી. સ્ટેન્ડ બાય પ્લેયર્સમાં અક્ષરની સાથે શ્રેયસ ઐયર અને દીપક ચાહરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી દીપક જ ટીમની સાથે જોડાયો હતો. હવે અક્ષર શનિવાર સુધીમાં જ ટીમની સાથે જોડાઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here