EUના AIને લગતા નિયમોને લીધે ChatGPTના નિર્માતા યુરોપ છોડી શકે, OpenAIના CEOનું મોટુ નિવેદન

0
47

EU AIને નિયંત્રિત કરવા નિયમો અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે

OpenAIના CEO ઓલ્ટમેને લંડનમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી

OpenAI દ્વારા ગયા વર્ષે ChatGPT લોન્ચ કરવામાં આવી ત્યારથી તે ચેટબોટના બજારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ વચ્ચે હવે OpenAIના CEO સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે જો ChatGPTના નિર્માતા યૂરોપીયન યુનિયનના આગામી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નિયમોનું પાલન કરવામાં અસમર્થ રહેશે તો તેઓ યુરોપ છોડવાનું વિચારી શકે છે. ઓલ્ટમેને લંડનમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.
નિયમોને લઈને ડ્રાફ્ટિંગ કરવામાં આવી રહ્યું છે
યુરોપિયન યુનિયન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને નિયંત્રિત કરવા માટે વૈશ્વિક સ્તરે કયા નિયમો રાખવા જોઈએ તે અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાફ્ટમાં, ChatGPT જેવા જનરેટિવ AI ટૂલ્સનો ઉપયોગ કરતી કંપનીઓએ તેમની સિસ્ટમ વિકસાવવા માટે ઉપયોગમાં લેવાતી કોઈપણ કૉપિરાઇટ સામગ્રીને જાહેર કરવી પડશે.
નિયમોનું પાલન કરવાનો પ્રયાસ
OpenAIના સીઈઓએ કહ્યું હતું કે અમે યુરોપના નવા નિયમોને અનુરૂપ રહેવાનો પ્રયાસ કરીશું જ્યારે તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાછી ખેંચતા પહેલા તૈયાર થઈ જશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યૂરોપીયન યુનિયનનો AI એક્ટનો વર્તમાન ડ્રાફ્ટ ઓવર-રેગ્યુલેશન હશે પરંતુ અમે સાંભળ્યું છે કે તેને પાછો ખેંચવામાં આવી રહ્યો છે. હજુ પણ તે વિશે વાત ચાલી રહી છે.
બિલની અંતિમ વિગતો પર ચર્ચા
યુરોપિયન યુનિયનના સાંસદો આ મહિનાની શરૂઆતમાં ડ્રાફ્ટ એક્ટ પર સર્વસંમતિ પર પહોંચી ગયા છે. હવે બિલની અંતિમ વિગતો પર સંસદ, કાઉન્સિલ અને કમિશનના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થશે.
ફેરફાર થવાની શક્યતા છે
ઓલ્ટમેને કહ્યું કે ઘણું બધું બદલી શકાય છે. જેમ કે સામાન્ય હેતુવાળી AI સિસ્ટમ્સની વ્યાખ્યા બદલવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here