ગુજરાતમાં હિમાલય જેવા ઠંડા પવનોથી ઠુઠવાયા લોકો

0
477
 બીજી બાજુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે
 બીજી બાજુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે

ગુરુવાર કરતા શુક્રવારનો દિવસ થોડો ઓછો ઠંડો રહ્યો છે. રાજ્યમાં ઠંડીના પારામાં આંશિક ઘટાડો થયો છે. 9.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યુ છે. 

અમદાવાદ :ગુજરાત (Gujarat) માં ફરીથી કાતિલ ઠંડી (coldwave) નો દોર શરૂ થઈ ગયો છે. નલિયામાં ઠંડીનો પારો એટલો નીચે ગગડી ગયો છે કે, હાલ નલિયામાં હિમાલય જેવી કાતિલ ઠંડી વાઈ રહી છે. જોકે, ગુરુવાર કરતા શુક્રવારનો દિવસ થોડો ઓછો ઠંડો રહ્યો છે. રાજ્યમાં ઠંડીના પારામાં આંશિક ઘટાડો થયો છે. 9.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યુ છે. ગુજરાતમાં માવઠા (weather update) ની અસરના કારણે ઠંડીનું જોર વધ્યું છે. હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડી વધી શકે છે.

  • નલિયા 9.6 ડિગ્રી
  • ભૂજ 10.8 ડિગ્રી
  • ડીસા 12
  • વડોદરા 13.6
  • અમરેલી 14
  • રાજકોટ 14
  • અમદાવાદ 14.2
  • હવામાન વિભાગે કોલ્ડવેવને લઈને ઉત્તર અને મધ્ય ભારતમાં એલર્ટ જાહેર કર્યું છે. આ દિવસોમાં તાપમાનનો પારો હજી ગગડી શકે છે. ઉત્તર ભારતમાં આવતાં 3થી 4 દિવસો દરમ્યાન લઘુતમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાશે. તો મધ્ય ભારતમાં પણ તાપમાન ઘટી શકે છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. બીજી બાજુ ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તાઓમાં પણ ધુમ્મસ વધી શકે છે. નવા વર્ષમાં 3 જાન્યુઆરી સુધી દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ઠંડી વધવાની ચેતવણી આપવામાં આવી ગુજરાતમાં ધીમે ધીમે ફૂલગુલાબી ઠંડીને જનતા અનુભવી રહી છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે પણ નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર મથક હતું. બુધવારે  8.3 ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી વધુ ઠંડુ શહેર બન્યું હતું. પારો 3 ડિગ્રી સુધી ગગડતા નલિયા ઠંડુગાર થયું છે. ડીસામાં 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.  ભુજમાં 11.8 ડિગ્રી સુધી પારો ગગડ્યો છે. અમદાવાદમાં 13, વડોદરામાં 12.4. સુરતમાં 16.6 તો રાજકોટમાં 12.9 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here