રાજકોટથી 20 કિ.મી. દૂર શિક્ષણ અને આરોગ્યધામ બનશે : નરેશ પટેલ

0
104
રાજકોટથી 20 કિ.મી. દૂર પડધરી પાસે અમરેલી ગામમાં 50 એકર જગ્યામાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે. જે ગુજરાતનું રોલ મોડલ હશે.ખોડલધામ મંદિરે ઘણા રેકોર્ડ મેળવ્યા છે.
રાજકોટથી 20 કિ.મી. દૂર પડધરી પાસે અમરેલી ગામમાં 50 એકર જગ્યામાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે. જે ગુજરાતનું રોલ મોડલ હશે.ખોડલધામ મંદિરે ઘણા રેકોર્ડ મેળવ્યા છે.

ખોડલધામ મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાને 21 જાન્યુઆરીના રોજ પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાયો છે. જ્યાં ચેરમેન પ્રમુખ નરેશ પટેલે સમાજના લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે, દરેક સમાજનું આમારા પર ઋણ છે, દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા આ સંકુલમાં બનશે. રાજકોટથી 20 કિ.મી. દૂર પડધરી પાસે અમરેલી ગામમાં 50 એકર જગ્યામાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે. જે ગુજરાતનું રોલ મોડલ હશે.ખોડલધામ મંદિરે ઘણા રેકોર્ડ મેળવ્યા છે. 17.01.2017ના જે લોકો સાક્ષી છે એમને ખબર છે. રાજકોટથી મા ખોડલની માતાજી મૂર્તિ પ્રસ્થાન કેશુભાઇ પટેલે કરાવ્યું હતું. અને કેશુબાપા મા ખોડલને લઈ આવ્યા હતા,લાખો લોકોને નિહાળીને મને ચિંતા થઈ હતી કે આટલી ભીડમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, પણ માતાજીની કૃપાથી કોઈ બનાવ બન્યો નહોતો.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ ભવન નું લોકાર્પણ થશે જે શ્રાવણ મહિનામાં થશે. ખોડલધામ એ સંસ્થા નથી એક વિચાર છે. વિચાર ક્યારેય નષ્ટ થતો નથી. માત્ર લેઉવા પટેલ સમાજ નહિ સર્વ સમાજ નો સાથ મળ્યો છે. દરેક સમાજનો સાથ સહકાર મળ્યો છે. દરેક સમજે અહીં સહકાર આપ્યો છે. દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા અહીં સ્થાપિત થશે.ધુમાં તેમણે જણાવ્યું હતું કે,આજે યજ્ઞ હતો તે વિશિષ્ટ પ્રકારનો યજ્ઞ હતો. 2011માં પ્રસાદ તરીકે લાડવો આપવામાં આવ્યો હતો. પડધરી તાલુકાના ડુંગરકા ગામના ખેડૂતે પોતાના મંદિરમાં આજદિન સુધી લાડવો સાચવી રાખ્યો હતો. આજે પણ એ લાડવો એવોને એવો છે. આજના દિવસે આ ખેડૂત મહાયજ્ઞના યજમાન હતા. 2017થી આજ સુધી ખોડલધામએ અનેક રેકોર્ડ સ્થાપ્યા હતા. કેશુબાપાને નરેશભાઈ પટેલે યાદ કર્યા. બાપાએ રાજકોટથી મૂર્તિનું પ્રસ્થાન કરાવ્યું હતું. પાંચ વર્ષ દરમીયાન દીકરા દીકરીઓને માર્ગદર્શન આપી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયા. સરદાર પટેલ ફાઉન્ડેશનમાં અનેકવિધ સેવાકીય અને શિક્ષણના કાર્ય થયા.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ખોડધામમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવશે. 2022 પછી રાજકોટ 25 કિમિ દૂર અમરેલી ગામમાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે. અમરેલી ગામમાં ખોડલધામ મંદિરે જમીન લીધી. વાર બપોર સાંજ માતાજીની આરાધના થાય છે. મેગેજીન પણ પ્રસારિત થાય છે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મોટી જાહેરાત, દરેક સમાજના મહાપુરુષો પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,દરેક વર્ષે કાર્યક્રમ થયા. જે ઉત્સવો ઉજવણી થઈ તે સૌ સાક્ષી છે. ખોડલધામ પરિસર માં ઘણા રેકોર્ડ પ્રસ્તાવિત થતા રહ્યા છે. ગિનિસ બુક…. લિમ્કા બુક…. ગોલ્ડન બુક… વગેરે મળ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here