દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

0
296
રિટર્નિંગ ઓફિસર પીસી મોદીએ 10 કલાકથી વધુ લાંબી મત ગણતરી પ્રક્રિયા પૂરી થયા બાદ દ્રૌપદી મુર્મૂને વિજેતા જાહેર કર્યા અને કહ્યું કે તેમને સિંહાના 3,80,177 મતો સામે 6,76,803 મત મળ્યા
રવિવારે સવારે 10:14 કલાકે ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

 મુર્મુએ ગુરુવારે એકતરફી હરીફાઈમાં વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ(president) બનીને ઈતિહાસ રચ્યો હતો. દ્રૌપદી મુર્મુ 25મી જુલાઈ એટલે કે રવિવારે સવારે 10:14 કલાકે ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ સચિવાલયે શુક્રવારે મુર્મુના શપથ સમારોહનો કાર્યક્રમ જાહેર કર્યો.રિટર્નિંગ ઓફિસર પીસી મોદીએ 10 કલાકથી વધુ લાંબી મત ગણતરી પ્રક્રિયા પૂરી થયા બાદ મુર્મુને વિજેતા જાહેર કર્યા અને કહ્યું કે તેમને સિંહાના 3,80,177 મતો સામે 6,76,803 મત મળ્યા. તે આઝાદી પછી જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ હશે અને ટોચના પદ પર રહેનાર સૌથી નાની વયની વ્યક્તિ હશે. પ્રતિભા પાટીલ પછી રાષ્ટ્રપતિ બનનાર તે બીજી મહિલા હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here