યુપીઆઇ ટ્રાન્ઝેક્શન પર હવે ચાર્જ લગાવવા ભલામણ : સરકાર ટૂંકમાં નિર્ણય કરશે

0
114
– યુપીઆઇ ટ્રાન્ઝેકશન ફ્રી જ હોવાનો સરકારનો દાવો
– સરકાર મુંબઈ સ્થિતિ સમિતિની ભલામણો માને તો યુપીઆઈ ટ્રાન્ઝેકશન્સમાંથી 5,400 કરોડથી વધુ આવક થાય

યુપીઆપર ચાર્જને લઈને તાજેતરમાં યુઝર્સમાં અસમંજસભરી સ્થિતિ જોવા મળી હતી. જો કે પછી એનપીસીઆઇએ સ્પષ્ટતા કરી હતી કે તેનો બે હજારથી વધુ રકમના વ્યવહાર પર ચાર્જ લગાવવાનો કોઈ ઇરાદો નથી. પણ હવે જો સરકાર આઇઆઇટી મુંબઈની ભલામણ માની જાય તો શક્ય છે કે યુપીઆઇ બધા જ પ્રકારની ચૂકવણી પર લોકોએ એકસમાન ચાર્જ ચૂકવવો પડે. વાસ્તવમાં યુપીઆઇ પેમેન્ટ માટે જરુરી ઇન્ફ્રા. ફંડિગ માટે કરવા અને તેની મજબૂતાઈ સુનિશ્ચિત કરવા આ ચાર્જ લગાવી શકાય છે. 

યુપીઆઇની નાણાકીય મજબૂતાઈ સુનિશ્ચિત કરવા ટ્રાન્ઝેકશન્સ પર સરકાર ૦.૩ ટકા વેરો લગાવી શકે છે. તેને પેટે સરકારને લગભગ પાંચ હજાાર કરોડ રુપિયાથી વધુ રકમ ટેક્સ તરીકે મળી શકે છે.

જો મોબાઇલ વોલેટ દ્વારા થતી થતી ચૂકવણી પર ઇન્ટરચેન્જ ફી લગાવવાના  એનપીસીઆઇના નિર્ણયનો અભ્યાસ કરતાં અહેવાલમાં કહેવાયું છે કે દુકાનદારોને મળનારા પેમેન્ટ પર કોઈ ચાર્જ ન લેવો જોઈએ. પછી ભલે આ રકમ યુપીઆઇના માર્ગે આવે કે પ્રીપેઇડ વોલેટના માર્ગે આવે.

વર્તમાન કાયદા મુજબ બેન્ક કે બીજી કોઈ યુપીઆઇ સર્વિસ પ્રોવાઇડર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યુપીઆઇના માધ્યમથી ચૂકવણી કરનાર વ્યક્તિ પર પણ વેરો લાગતો નથી. જો કે કેટલાય પ્રસંગોએ બેન્કો અને પ્રણાલિમાં પ્રદાન આપનારાઓએ બેન્ક અને પ્રણાલિ પ્રદાતાઓએ ુયુપીઆઇ કાયદાને પોતાની રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છ.

નાણાપ્રધાને તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા વધુ પડતી ઔપચારિક થઈ ગઈ છે. ઇપીએફઓનું સભ્યપદ બે ગણા કરતાં વધુ વધુને ૨૭ કરોડ થઈ ગયું છે. ૨૦૨૨માં યુપીઆઇ દ્વારા ૧૨૬ લાખ કરોડ રુપિયાના ૭.૫ અબજ ડિજિટલ ટ્રાન્ઝેકશન થયા હતા. 

આશિષ દાસ લિખિત રિપોર્ટ મુજબ સરકાર કરન્સી છાપવા અને તેને જાળવવા ખર્ચ કરે છે અને દર વર્ષે તે ખર્ચ વધે છે. છેલ્લા કેટલાક વર્ષમાં નોટો છાપવાનો ખર્ચ ૫,૪૦૦ કરોડને આંબી ગયો. તેની સાથે કરન્સી મેનેજમેન્ટ પર તેના કરતાં વધુ ખર્ચ થાય છે. ડિજિટલ ટ્રાન્જેકશન વધતા પ્રિન્ટિંગનો ખર્ચ બગચાવી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here