પેટ્રોલ માટે બે દિવસ લાઇનમાં ઉભો રહ્યો શ્રીલંકાનો ક્રિકેટર, કહ્યું- પ્રેક્ટિસ પણ થતી નથી

0
302
શ્રીલંકાના ઘણા શહેરોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ખાવા-પીવાના સામાન સાથે પેટ્રોલિયમ પદાર્થોની અછત જોવા મળી રહી છે.
ફક્ત 10 ટકા લોકો જ ઇંઘણ ખરીદી શકે છે - કરુણારત્ને

કોલંબો : શ્રીલંકા હાલ ખરાબ રીતે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં આર્થિક સંકટના કારણે રાજનીતિક અસ્થિરતા ઉભી થઇ છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે. શ્રીલંકાના ઘણા શહેરોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ખાવા-પીવાના સામાન સાથે પેટ્રોલિયમ પદાર્થોની અછત જોવા મળી રહી છે. પેટ્રોલ માટે બે-બે દિવસો સુધી લાઇનમાં રહેવું પડે છે. વીઆઈપી અને સામાન્ય લોકો એક જ લાઇનમાં આવી ગયા છે. શ્રીલંકાના ક્રિકેટર ચમિકા કરુણારત્નેએ પોતાની કારમાં પેટ્રોલ ભરાવવા માટે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને 2 દિવસ રાહ જોયા પછી પેટ્રોલ મળ્યું હતું. ક્રિકેટરોને બે દિવસ લાઇનમાં રહ્યા પછી પેટ્રોલ મળે છે તો તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે સામાન્ય લોકોને શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ મેળવવા માટે કેટલી પરેશાની ઉઠાવવી પડતી હતી. ચમિકા કરુણારત્નેએ 2019માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ચમિકા કરુણારત્નેએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે ખાસ વાતચીતમાં દેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. ચમિકાએ કહ્યું કે 2 દિવસ લાંબી લાઇનમાં રહ્યા પછી હું નસીબદાર છું કે મને પેટ્રોલ મળ્યું છે. હાલના સમયે દેશમાં ઇંધણની વિકટ સ્થિતિ છે. બધો સમય તેમાં જ પસાર થઇ જાય છે. આ કારણે પ્રેક્ટિસ કરવા પણ જઈ શકતો નથી. 1948માં સ્વતંત્રતા મેળવ્યા પછી શ્રીલંકાએ ક્યારેય પણ આવું ઇંધણ અને આર્થિક સંકટ જોયું નથી. સ્થિતિ એવી છે કે ફક્ત 10 ટકા લોકો જ ઇંઘણ ખરીદી શકે છે. ચમિરા કરુણારત્નેએ કહ્યું કે એશિયા કપ યોજાવાનો છે અને લંકા પ્રીમિયર લીગ પણ રમાવાની છે. મને ખબર નથી કે શું થશે, કારણ કે મારે પ્રેક્ટિસ માટે કોલંબો અને અલગ-અલગ શહેરમાં જવાનું છે અને ક્લબ સિઝનમાં પણ ભાગ લેવાનો છે. ઇંધણની અછતના કારણે પ્રેક્ટિસ કરવા જઇ શકતો નથી. બે દિવસથી ક્યાંય ગયો નથી કારણ કે હું ગાડીમાં પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઇનમાં ઉભો છું. નસીબદાર છું કે મને પેટ્રોલ મળ્યું પણ 10 હજાર રૂપિયામાં. આ પણ વધારેમાં વધારે બે થી ત્રણ દિવસ ચાલશે. શ્રીલંકાને આ વર્ષે એશિયા કપની યજનામી મળી છે. ટૂર્નામેન્ટ ઓગસ્ટમાં રમાવાની છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here