કુંવરજી-દિલીપ ઠાકોરના મંત્રીપદ ‘કપાવા’ના સમાચારથી રોષ, કોળી-ઠાકોર સમાજની BJPને ચેતવણી

0
120
દિવસભર ધમાચકડી વચ્ચે ભાજપે રાજભવન પર ઠીકરું ફોડતા આજે શપથવિધિ કેન્સલ કરી નાખી. ગુરૂવારે 16મી સપ્ટેમ્બરે રાજભવનનમાં ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે. સીએમઓ ગુજરાતના ટ્વીટર પરથી બપોરે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદ : રાજ્યમાં બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ (Gujarat New CM Bhupendra Patel cabinet minister of Council Oath Taking Ceremony) થઈ શકી નહીં. ગાંધીનગર રાજભવનમાં શપથવિધિના પોસ્ટરો અને બેનરો ઉતારી લેવાની ફરજ પડી. ભાજપમાં (BJP Gujarat)માં સબ સલામત હોવાની વાતો ખોટી ઠરી. સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી (Gujarat New Ministry No Repeat Theory)ના સમાચારોથી ભાજપમાં ઉકળતા ચરૂની સ્થિતિ છે. દિવસભર એવા સમાચારો આવ્યા કે ભાજપમાં એકવાર પણ મંત્રી બનેલા નેતાને ફરીથી મંત્રીપદ નહીં મળે. આ સમાચારોએ શિસ્તબદ્ધ ભાજપના બારણા ખટખટાવી નાખ્યા. ગણગણાટ ધીમે ધીમે શરૂ થયો અને સાંજ પડતા ખૂલીને પ્રદર્શનો થવા લાગ્યા. ઉત્તર ગુજરાતમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર (Dilip Thakor Supporters warned BJP)ના સમર્થકોએ મોરચો ખોલી નાખ્યો તો જસદણ-વિંછીયામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya Supporters warned BJP)ના સમર્થકોએ પણ તેમનું મંત્રી પદ ન કાપવાની ચીમકી ઉચ્ચારી. ત્યાં સુધી કે જો ભાજપ કુંવરજીનું મંત્રીપદ કાપે તો 2022માં કોળી સમાજ જોઈ લેશે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here