દેશમાં મેટ્રો શહેરોમાં ભાડાની મિલકતોની માંગમાં વૃદ્ધિ: રિપોર્ટ

0
253
ઓનલાઇનના 6 કલાકની અંદર પ્રોપર્ટીઝ રેન્ટ આઉટ થાય છે
એક રિયલ્ટી પોર્ટલ અનુસાર કોરોના મહામારી બાદ અનેક કંપનીઓ વર્ક ફ્રોમ હોમ ઉપરાંત ઓફિસે હાજર રહેવા માટેના નિયમો લાગૂ કરી રહી છે જેને કારણે પણ અત્યારે માંગ વધી છે.

નવી દિલ્હી : વર્તમાન સમયમાં દેશના મોટા ભાગના મેટ્રો શહેરોમાં ભાડાની મિલકતની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ઑનલાઇન જાહેરાત પોસ્ટ કરવાના માત્ર છ કલાકની અંદર જ કેટલીક મિલકતો ભાડે અપાઇ જાય છે. એક રિયલ્ટી પોર્ટલ અનુસાર કોરોના મહામારી બાદ અનેક કંપનીઓ વર્ક ફ્રોમ હોમ ઉપરાંત ઓફિસે હાજર રહેવા માટેના નિયમો લાગૂ કરી રહી છે જેને કારણે પણ અત્યારે માંગ વધી છે. નોબ્રોકર દિલ્હી-NCR, મુંબઇ, બેંગ્લુરુ, હૈદરાબાદ, ચેન્નાઇ અને પુણેમાં ભાડાની મિલકતો પૂરી પાડે છે. કંપની 1.8 કરોડ જેટલા રજિસ્ટર્ડ યૂઝર્સ ધરાવે છે. પોર્ટલના સહ-સ્થાપક અને CEO અમિત અગ્રવાલે કહ્યું હતું કે, પોર્ટ પર દર મહિને 2.5 લાખ જેટલી ભાડાની મિલકતોની જાહેરાત પોસ્ટ કરવામાં આવે છે. પોર્ટલ દ્વારા કોઇપણ પ્રકારના બ્રોકરેજ ચાર્જની વસૂલાત કરવામાં આવતી નથી. એપ્રિલ-જૂન સમયગાળા સુધીના ઉપલબ્ધ ડેટા અનુસાર નોબ્રોકર પ્લેટફોર્મ પર પ્રોપ્રટી લિસ્ટ થયાના માત્ર છ કલાકની અંદર તે રેન્ટ આઉટ થઇ જાય છે. સૌથી વધુ ભાડાની મિલકત રેન્ટ આઉટ થવાનો ટ્રેન્ડ બેંગ્લુરુમાં જોવા મળ્યો છે. ડેટા અનુસાર એપ્રિલથી અન્ય પાંચ શહેરોમાં ઓક્યુપન્સી ગ્રોથ રેટ ત્રણ ગણો નોંધાયો હતો. બેંગ્લુરુની વાત કરીએ તો અહીં જાહેરાત પોસ્ટ કરવાના માત્ર 24 કલાકની અંદર 18,000 ઘર રેન્ટ આઉટ થઇ ચૂક્યા હતા. ચેન્નાઇમાં આ ડીલની સંખ્યા 7,000-8,000, પુણે અને હૈદરાબાદમાં 5,000 હતી. ભાડાના ઘરોની જાહેરાતના માત્ર 6 કલાકની અંદર જ 40 ટકા ડીલ પૂરી થઇ ચૂકી હતી. બેંગ્લુરુના કેટલાક વિસ્તારની કંપનીઓ હજુ પણ વર્ક ફ્રોમ હોમને છૂટ આપી રહી હોવા છતાં પણ સમગ્ર બેંગ્લુરુમાં રેન્ટેડ એપાર્ટમેન્ટ્સની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત જે સોસાયટીની માંગ વધુ છે ત્યાં ભાડામાં પણ 10-15 ટકાનો વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here