ભરશિયાળે કચ્છમાં કરા પડ્યા, રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું, ખેડૂતોની ચિંતા વધી

0
251
મોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી
મોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી

કચ્છ: ગુજરાતમાં હવામાનવિભાગ દ્વારા ભરશિયાળામાં માવઠાની આગાહીકરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો છે. મોરબી, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભર શિયાળે કમોસમી વરસાદ થયો છે. હળવદના રણકાંઠા વિસ્તાર ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણીમાં વરસાદ થયો છે. આથી વિશેષ કમોસમી વરસાદ વચ્ચે કચ્છમાં કરાપડ્યાં છે. માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં. કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ છવાયો હતો. ભરશિયાળે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને માથે મુશ્કેલીના વાદળો છવાયા છે. રાયડો, ઘઉં, જીરું, કપાસ, એરંડાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


ઉત્તર ગુજરાતાના કેટલાક જિલ્લામાં મોડી રાત્રે માવઠું થયું હતુ. સાબરકાંઠા જિલ્લામાં રાત્રે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજયમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ત્યારે કચ્છમાં વરસાદ સાથે કરા પડતા લોકો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ સાથે માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં છે. કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here