મેમાં રીટેલ ફુગાવો ઘટીને 4.25 ટકા : 25 મહિનાની નિમ્ન સપાટી

0
74
મે, ૨૦૨૩માં ઇંધણ અને ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટતા રીટેલ ફુગાવો ઘટીને ૪.૨૫ ટકા રહ્યો છે જે ૨૫ મહિનાની નિમ્ન સપાટી છે તેમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો એપ્રિલ, ૨૦૨૩માં ૪.૭ ટકા હતો જ્યારે મે, ૨૦૨૨માં ૭.૦૪ ટકા હતો. ઉલ્લેખનીય છે કે સતત ચોથા મહિને રીટેલ ફુગાવામાં ઘટાડો નોંધાયો છે. જ્યારે સતત ત્રીજા મહિને રીટેલ ફુગાવો આરબીઆઇ કમ્ફર્ટ ઝોન ૬ ટકાથી નીચે રહ્યો છે. 

મે, ૨૦૨૩નો રીટેલ ફુગાવો એપ્રિલ, ૨૦૨૧ પછીનો સૌથી ઓછો છે. એપ્રિલ, ૨૦૨૧માં રીટેલ ફુગાવો ૪.૨૩ ટકા હતોે. મેમાં ખાદ્ય ફુગાવો ૨.૯૧ ટકા રહ્યો છે. જે એપ્રિલમાં ૩.૮૪ ટકા હતો. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં આરબીઆઇએ રેપો રેટ ૬.૫ ટકા પર યથાવત રાખ્યો હતોે.
બીજી તરફ એપ્રિલ, ૨૦૨૩માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૪.૨ ટકાનો વધારો થયો છે. મેન્યુફેકચરિંગ અને માઇનિંગ સેક્ટરના સારા દેખાવને કારણે એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે. 
એપ્રિલ, ૨૦૨૨માં ઇન્ડેક્સ એોફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઇઆઇપી) આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં ૬.૭ ટકાનો વધારો નોંધાયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આઇઆઇપી ડેટા અનુસાર એપ્રિલ, ૨૦૨૩માં મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ૪.૯ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here