UAEનો ભારતમાં ઝડપથી વધી રહેલો વ્યાપાર

0
91

– ગત વર્ષે UAE FDIના સંદર્ભમાં સાતમા ક્રમે હતું

– ભારતમાં ચોથો સૌથી મોટો રોકાણકાર દેશ

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ભારતમાં ચોથા સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી આવ્યું છે. એ ઉલ્લેખનીય રહેશે કે, ગત વર્ષેે મે મહિનામાં બંને દેશો વચ્ચે વ્યાપક મુક્ત વેપાર કરાર (એફટીએ) લાગુ કરવામાં આવ્યો હતો. 

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના ડેટા અનુસાર, યુએઈથી ભારતમાં સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) વર્ષ-દર-વર્ષે ત્રણ ગણું વધીને ૩.૩૫ બિલિયન ડોલર થઈ ગયું છે જે પાછલા નાણાકીય વર્ષમાં ૧.૦૩ બિલિયન ડોલર હતું. .
ભારતમાં એફડીઆઈના સંદર્ભમાં, યુએઈ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સાતમા સ્થાને હતું અને ૨૦૨૨-૨૩માં તે ચોથા સ્થાને આવ્યું હતું. સિંગાપોર ગયા નાણાકીય વર્ષમાં ૧૭.૨ બિલિયન ડોલરના રોકાણ સાથે ભારતમાં સૌથી મોટું રોકાણકાર હતું. તે પછી મોરેશિયસ (૬.૧ બિલિયન ડોલર) અને યુએસ (૬ બિલિયન ડોલર)નો નંબર આવે છે.
ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને રોકાણ સહયોગને મજબૂત કરવા નીતિ સુધારાને આભારી છે. તેમણે કહ્યું કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર આમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here