સુરત: ચાર વર્ષની દીકરીએ રમત રમતમાં 2 વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું

0
117
બનાવ બન્યો ત્યારે ઘરના મોભી કામ પર ગયો હતો. જ્યારે બાળકોની માતા બજારમાં સામાન લેવા માટે ગઈ હતી. આ દરમિયાન તેણીએ તેની ચાર વર્ષની દીકરીને બે વર્ષ નાના ભાઈનું ધ્યાન રાખવાનું કહ્યું હતું.
બનાવ બન્યો ત્યારે ઘરના મોભી કામ પર ગયો હતો. જ્યારે બાળકોની માતા બજારમાં સામાન લેવા માટે ગઈ હતી. આ દરમિયાન તેણીએ તેની ચાર વર્ષની દીકરીને બે વર્ષ નાના ભાઈનું ધ્યાન રાખવાનું કહ્યું હતું.

સુરત: જો તમે તમારા નાના બાળકોને ઘરમાં એકલા છોડીને બહાર જાવ છો તો તમારા માટે સુરતનો કિસ્સો જાણવો ખૂબ જરૂરી છે. તમામ માતાપિતા (Parents) માટે આંખ ઉઘાડતો એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. આ કિસ્સો ખરેખર તમામ માટે લાલબત્તી સમાન છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘરમાં માતા સામાન લેવા ગઈ હતી ત્યારે એક ચાર વર્ષની બાળકીએ તેના બે વર્ષના ભાઈને રમત રતમાં એસિડ (Acid) પીવડાવી દીધું હતું. જે બાદમાં બાળકની તબીયત લથડતા તેને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યો છે. ડૉક્ટરોએ બાળકની હાલત ગંભીર ગણાવી છે. એસિડને પગલે બાળકની અન્નનળી અને શ્વાસનળીમાં ગંભીર ઈજા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જો તમે તમારા બાળકને ઘરમાં એકલા મૂકીને બહાર જતા હોવ તો ચેતી જજો. કારણ કે સુરતમાં તમામ માતાપિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને સંચા ખાતામાં કામ કરતાં એક વ્યક્તિ તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે. બનાવ બન્યો ત્યારે ઘરના મોભી કામ પર ગયો હતો. જ્યારે બાળકોની માતા બજારમાં સામાન લેવા માટે ગઈ હતી. આ દરમિયાન તેણીએ તેની ચાર વર્ષની દીકરીને બે વર્ષ નાના ભાઈનું ધ્યાન રાખવાનું કહ્યું હતું.માતા જ્યારે બજારમાંથી પરત આવી ત્યારે માલુમ પડ્યું હતું કે તેની દીકરીએ બે વર્ષના દીકરા પ્રિન્સને પાણી સમજીને એસિડ પીવડાવી દીધું છે. આ વાત જાણીને માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જે બાદમાં બાળકને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મહિલાએ આસપાસના લોકોની મદદ લઈને બાળકને 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.એસિડ પી જવાથી બાળકની સ્વરપેટીમાં ગંભીર ઈજા પહોંચી હતી. બાળકને તાત્કાલિક ગંભીર અવસ્થામાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકની સ્થિતિ ગંભીર હોવાનું તબીબોએ જણાવી રહ્યા છે. માતાની એક ભૂલને લઈને બાળક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ ગયો છે. આ મામલાની જાણ થતાં સુરતની પાંડેસરા પોલીસેગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here