અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, રોડના કોન્ટ્રાકટરોને ૮૦ કરોડનો લાભ કરાવ્યાના આક્ષેપથી હોબાળો

0
87

બોર્ડ બેઠકમાં નિમ્ન સ્તરનો ભાષા પ્રયોગ, વિપક્ષનેતાએ રોડ કમિટીના ચેરમેન તમારી અહીં બેસવાની ઔકાત નથી એવો શબ્દ પ્રયોગ કરતા ઉગ્ર વિરોધ

અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં ગત સપ્તાહે મંજુર કરવામા આવેલા રુપિયા ૪૦૦ કરોડના રોડના કામમાં કોન્ટ્રાકટરોને રુપિયા ૮૦ કરોડનો ફાયદો કરાવ્યો હોવાનો વિપક્ષનેતાએ આક્ષેપ કરતા હોબાળો મચી ગયો હતો.આક્ષેપ- પ્રતિઆક્ષેપની વચ્ચે વિપક્ષનેતાએ હાટકેશ્વરબ્રિજ ઉપરની ચર્ચા દરમિયાન રોડ કમિટીના ચેરમેનને તમારી અહીં બેસવાની કોઈ ઔકાત નથી એવો શબ્દ પ્રયોગ કરતા પાણી કમિટીના ચેરમેન સહિત ભાજપના કોર્પોરેટરોએ આ શબ્દપ્રયોગ સામે ઉગ્ર વિરોધ કરતા અધ્યક્ષસ્થાનેથી મેયરને સભ્યો શાંત થાવ બેસી જાવ એમ કહી પરિસ્થિતિને નિંયત્રણમાં લેવાની ફરજ પડી હતી.
બોર્ડ બેઠકના આરંભે ઝીરો અવર્સમાં વિપક્ષનેતાએ એક મહિના અગાઉ મ્યુનિ.કમિશનરે હાટકેશ્વરબ્રિજ મામલે નિષ્ણાતોની પેનલના વચગાળાના રીપોર્ટને જાહેર કર્યા બાદ પણ હજુ સુધી આ મામલે કોઈ નકકર કાર્યવાહી કરવામા આવતી નહી હોવાની રજૂઆત કરી હતી.દરમિયાન હાટકેશ્વરબ્રિજને શાસકપક્ષ ભ્રષ્ટાચારના પુરાવા તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે કે કેમ એમ કહી બ્રિજની પરિસ્થિતિ અંગેનુ એક વોલપીશ બતાવી આને તમારી કેબીનમાં રાખજો કેમકે બ્રિજ તોડવાની તમારી તાકાત નથી.રોડ કમિટી ચેરમેને અમે કોઈને છોડીશુ નહી તમામ સામે કાર્યવાહી કરીશુ એવી દલીલ કરતા વિપક્ષનેતાએ તમારી અહીં બેસવાની કોઈ ઔકાત નથી  એમ કહેતા બેઠકમાં સન્નાટો છવાઈ ગયો હતો.પાંચ દિવસ અગાઉ પહેલા રોડ કમિટી તથા બાદમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોડના ૪૦૫ કરોડના કામ મંજૂર કરાયા હતા.વિપક્ષનેતાએ કહયુ,રોડના વીસ કામ અંગે રુપિયા ૩૨૪.૭૭ કરોડનો અંદાજ મુકવામા આવ્યો હતો.જેની સામે રુપિયા ૪૦૫.૨૬ કરોડના કામ મંજૂર કરાયા છે.જે જોતા દેખાય છે કે,આ કામ પ્રજાને ફાયદો કરાવવા નહીં પણ કોન્ટ્રાકટરોને લાભ કરાવવા મંજૂર કરાયા છે.અગાઉ આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટને રુપિયા ૬૪૨ કરોડનુ રોડનુ કામ અપાયુ છે.૮૦ કરોડનો ચોખ્ખો લાભ કોન્ટ્રાકટરોને કરાવવામા આવ્યો છે.રોડ કમિટીના ચેરમેને મધ્યઝોન અને દક્ષિણઝોનમાં કામ કરવુ એટલે કેટલી તકલીફ છે .પાણી કમિટીના ચેરમેને કહયુ,બધા ટેન્ડર નિયમ મુજબ અને ઓનલાઈન જ કરવામા આવે છે.વિપક્ષનેતાએ રોડ કમિટીના ચેરમેન માટે ઉપયોગ કરેલા શબ્દો આ ગૃહની ગરીમાને ઝાંખપ પહોંચાડે એવા હોઈ વિપક્ષનેતા પાસેથી શબ્દ પાછા ખેંચાવા રજૂઆત કરતા ભાજપના કોર્પોરેટરો એમના સમર્થનમાં ઉભા થઈ ગયા હતા.
ભાજપના કોર્પોરેટરે કહયુ,કોરોનાકાળમાં શહેરીજનોને તકલીફ પડી હોય તો ૧૯૨ કોર્પોરેટર તરફથી માફી માંગુ છુ

શહેરના ઓઢવ વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર દીલીપ પટેલે બે વર્ષમાં ભાજપના શાસનમાં થયેલા વિકાસકામો ઉપર રજૂઆત કરવામા ૪૫ મિનીટનો સમય લેતા ખુદ મેયર પણ કંટાળ્યા હતા.આ કોર્પોરેટરે કોરાના મહામારીમા શહેરીજનોને તંત્ર તરફથી કોઈ તકલીફ પડી હોય તો એ બદલ ૧૯૨ કોર્પોરેટર તરફથી ગૃહમાં માફી માંગી હતી.ભાજપના કોઈ કોર્પોરેટરે આ પ્રકારે લોકોની માફી માંગી હોય એવી આ પહેલી ઘટના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here