દેશના પાંચ મોટા ઉદ્યોગગૃહો ઉપર લગામ મૂકવી જરૃરી

0
57

– રિઝર્વ બેન્કના પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યનું આંકલન

– મોટા ઉદ્યોગગૃહોના કારણે મોંઘવારી વધે છે, નાના એકમો રૃંધાય છે

ભારતમાં કાર્યરત મોટા ઔદ્યોગિક જુથોની કહેવાતી ઈજારાશાહીને કારણે નાના સાહસિક વેપાર ગૃહોનો વિકાસ રૃંધાઈ રહ્યો છે એટલું જ નહીં સરકાર પણ એક રીતે  આ મહાકાય કોર્પોરેટ જૂથોને છાવરી રહી હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર વિરલ આચાર્યએ તેમના એક લેખમાં  ઉદગાર કાઢયા હોવાનું એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ જણાવ્યું હતું. 

ભારતના મોટા વેપાર ગૃહો જેઓ રિટેલ, રિસોર્સિસ તથા ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રમાં પ્રાઈસિંગ પાવર- ભાવ નિર્ધારણની  વ્યાપક તાકાત ધરાવે છે જેના પરિણામે દેશમાં ફુગાવો ઘટાડવા દેશ અસમર્થ રહ્યો છે, આ જૂથોની તાકાત ફુગાવાને ઊચો જાળવી રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે, જેથી મોંઘવારી ઘટાડવા આ ઉદ્યોગ જૂથોનું સામ્રાજ્ય વહેલી તકે વિખેરવું જરૃરી હોવાનો પરોક્ષ સંકેત તેમણે આપ્યો હતો.પાંચ મોટા  (બિગ – ફાઈવ) જુથો એટલે  કે રિલાયન્સ ગુ્રપ, ટાટા ગુ્રપ, આદિત્ય બિરલા ગુ્રપ, અદાણી ગુ્રપ તથા ભારતી ટેલિકોમ નાના સ્થાનિક  વેપાર ગૃહોના ભોગે વિકસ્યા છે, એમ વિરલ આચાર્યએ જણાવ્યું  છે. ૨૦૧૭થી ૨૦૧૯ના ગાળામાં તેઓ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર રહ્યા હતા. 
આસમાનને આંબતા સરકારના ટેરિફસ આ જુથોને વિદેશી કંપનીઓની સ્પર્ધા સામે રક્ષણ આપે છે. રાષ્ટ્રીય ચેમ્પિયન્સ , જેને કેટલાક લોકો નવા ભારતની ઔદ્યોગિક નીતિના પરિણામ લેખાવે છે, તેઓ એક રીતે તો દેશમાં કિંમતોના સ્તર ઊંચા જાળવી રાખવામાં  ઈંધણ પૂરું પાડતા હોવાનું જણાય છે, એમ આચાર્યએ લેખમાં જણાવ્યું છે.
વિરલ આચાર્ય હાલમાં ન્યુયોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલ ખાતે ઈકોનોમિકસના પ્રોફેસર છે. સ્પર્ધા વધારવા અને ભાવની ઈજારાશાહી તોડવા આવા જુથોનું વિભાજન કરી નાખવાનું તેમણે સૂચન કર્યું હતું.
આમ ન કરી શકાય તો, આવા જુથો મહાકાય રહી ન શકે તે રીતે તેમને આર્થિક રીતે અનાકર્ષક બનાવી દેવા જોઈએ, સિવાય કે, પ્રોડકટિવિટી લાભો હકીકતમાં મોટા હોય, એમ ઊભરતી બજારો પરની બ્રોકિંગ ઈન્સ્ટિટયૂટ પેનલમાં રજુ કરાનારા એક પેપર (લેખ)માં તેમણે લખ્યું છે.
ભારતની સમશ્યા એ છે, કે વિરોધી-કંપનીઓ એટલી નાની હોય છે, કે, તે મોટી કંપનીના પ્રોડકટિવિટી લાભો સામે ટકી શકતી નથી. 
મેટલ્સ, કોક, રિફાઈન્ડ પેટ્રો પ્રોડકટસના ઉત્પાદન પર  તથા રિટેલ  વેપાર તથા ટેલિકમ્યુનિકેશન્સ પર આ પાંચ મોટી કંપનીઓ કાબુ ધરાવતી હોવાથી કાચા માલની કિંમતોમાં ઘટાડાના કિસ્સામાં ભારતના ઉપભોગતાઓને તેનો સંપૂર્ણ લાભ મળી શકતો નહીં હોવાની પણ આચાર્ય દ્વારા દલીલ કરવામાં આવી છે. 
ગયા વર્ષ વૈશ્વિક સ્તરે માલસામાનના ભાવ ઘટયા હોવા છતાં ભારતમાં તે ઊચા રહ્યા હતા. ભારતે બૃહદ આર્થિક સમતુલા પ્રસ્થાપિત કરવાની જરૃર છે. વિરલ આચાર્યએ ભૂતકાળમાં   રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસના રેપો રેટના નિર્ણયની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.  મારી પાસે દરેક સવાલોના જવાબ નથી, પરંતુ હકીકતો, તકો તથા જોખમો પર ખુલ્લા મને ચર્ચા હાલમાં ચીન સામે ઊભી થયેલી નારાજગીના સમયે ભારતને મોટું લાભકર્તા બનાવવામાં મદદરૃપ થઈ શકે છે, એમ પણ તેમણે આ લેખમાં નોંધ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here