બ્રિટનના લંડનમાં ફરી ભાગલાવાદીઓ એકજૂટ, પોસ્ટર-બેનર સાથે ખાલિસ્તાનના સમર્થનમાં દેખાવ કરાયા

0
122

બ્રિટન અને અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ અંડર સીઝ ઈન્ટરનેટ મીડિયા અભિયાન હેઠળ દેખાવોની યોજના બનાવાઈ

આ વખતે ખાલિસ્તાનીઓની સાથે કાશ્મીરી ભાગલાવાદીઓના સમર્થકો પણ દેખાવોમાં જોડાયા

બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય હાઈકમિશન બહાર ફરી એકવાર કડક સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં ભાગલાવાદીઓના એક સમૂહે દેખાવો કર્યા હતા. દેખાવકારોના હાથમાં ખાલિસ્તાનીઓનું સમર્થન કરતા પોસ્ટર અને કાશ્મીરી ભાગલાવાદી નેતાઓના સમર્થનવાળા બેનર દેખાયા હતા.
 પોલીસે વિસ્તારને બેરીકેડિંગ કરી રાખ્યું છે 
બ્રિટન અને અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ અંડર સીઝ ઈન્ટરનેટ મીડિયા અભિયાન હેઠળ દેખાવોની યોજના બનાવાઈ રહી છે. મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે અમે સુનિયોજિત દેખાવોથી વાકેફ છીએ અને કોઈપણ અવ્યવસ્થાને રોકવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. અનેક પોલીસ અધિકારીઓને વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા પણ જોઈ શકાય છે. ઈન્ડિયા હાઉસની સામે જ એક પોલીસ વાન પણ તહેનાત કરાઇ છે. ભારતીય હાઈ કમિશન સામેના વિસ્તારને બેરીકેડિંગ કરી લેવાયું છે. 
બ્રિટનના વડાપ્રધાન સુનક પણ આ ઘટનાક્રમથી છે વાકેફ 
બ્રિટને કહ્યું કે વડાપ્રધાન ઋષિ સુનક લંડન સ્થિત ભારતીય મિશનમાં હિંસક અથડામણો બાદથી ભારતની સુરક્ષા ચિંતાઓથી વાકેફ છે અને તેની સમીક્ષા પણ કરાઈ રહી છે. સુનકના પ્રવક્તાએ કહ્યું કે વિદેશ મંત્રાલય દ્વારા બ્રિટનમાં અમારી પોલીસ અને અમારા ભારતીય સમકક્ષો સાથે ચર્ચા-વિચારણાં ચાલી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here