ભારતના આ ગામમાં ગર્ભવતી થવા આવે છે વિદેશી મહિલાઓ, જાણો તેની પાછળનું રસપ્રદ કારણ

0
46
ભારતમાં એવા ઘણા ગામો છે જે કોઈક કારણોસર પ્રખ્યાત છે. આ ગામો વિશે એવી ઘણી બાબતો છે જે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. જેમ કે ઘણા ગામો ખૂબ સુંદર છે. જેને જોઈને આપણે આકર્ષિત થઈ જઈએ છીએ. એવા ઘણા ગામો છે જે જોવામાં ખૂબ જ ડરામણા હોય છે અને દરેક વ્યક્તિ વિચારે છે કે તેનાથી દૂર રહેવું વધુ સારું છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા ભારતમાં એક એવું પણ ગામ છે જ્યાં યુરોપની યુવતીઓ ગર્ભવતી બનવા માટે અહીં આવે છે.

ભલે તમને આ વાત સાંભળવામાં અજીબ લાગતી હોય પરંતુ આ વાત બિલકુલ સાચી છે. કારગીલથી 70 કિમી દૂર સ્થિત લદાખનું આર્યન વેલી ગામ છે. જ્યાં યુરોપની મહિલાઓ અવારનવાર અહીં ફરવા માટે નહીં પરંતુ અહીંના પુરૂષોથી પોતાને ગર્ભવતી બનવા માટે આવે છે. હવે તમારા મનમાં એ સવાલ થશે કે, આ ગામમાં એવું તો શું છે કે જે યુરોપની મહિલાઓને અહીં ખેંચી લાવે છે? તેનો જવાબ છે બ્રોક્પા જાતિના લોકો. જેઓ એલેક્ઝાન્ડર ધ ગ્રેટની સેનાના વંશજો હોવાનું કહેવાય છે.
જ્યારે એલેક્ઝાંડર ધ ગ્રેટ તેની હાર બાદ ભારત છોડી રહ્યો હતો ત્યારે તેની સેનાના કેટલાક પાર્ટ ભારતમાં જ રહ્યા હતા. ત્યારથી આજદિન સુધી આ ગામમાં તેમના વંશજો જ રહી રહ્યા છે. હવે યૂરોપની મહિલાઓ એલેક્ઝાન્ડર ધ ગ્રેટના સૈનિકો જેવા બાળકની ઈચ્છા સાથે આ ગામમાં ગર્ભવતી થવા આવે છે. જ્યાં તે આ આશામાં અહીં રહેતા પુરૂષો સાથે સંબંધ બાંધે છે કે, તેમના બાળકો પણ ઉંચા કદ, નીલી આંખો અને સૈનિકો જેવા મજબૂત શરીર ધરાવતા હોય.
તેના બદલામાં આ યુરોપિયન મહિલાઓ અહીંના પુરૂષોને પૈસા આપે છે અને કામ પૂરું થયા બાદ તેઓ અહીંથી પોતાના દેશમાં પાછી જતી રહે છે. આ બધી બાબતો અહીં એટલા લાંબા સમયથી ચાલી રહી છે કે આજે તે અહીંના લોકો માટે બિઝનેસ સમાન બની ગઈ છે. વિદેશી મહિલાઓ સૈનિકોના જેવા જ બાળકોની ઈચ્છામાં અહીં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કુદરતે અપાર સુંદરતા આપી છે અને બે હજારથી વધુ શુદ્ધ આર્યો હજુ પણ ત્યાં જીવિત છે. અહીં રહેતા લોકોની સંસ્કૃતિ આપણા કરતા એકદમ અલગ છે. આ લોકોના કપડાં ખૂબ જ કલરફૂલ હોય છે. આ ઉપરાંત આ લોકો બ્રેક્સકાડ ભાષા બોલે છે. જો તમે આ લોકો સાથે વાત કરવા માંગો તે તે લોકો હિન્દી પણ જાણે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here