કાબુલથી નીકળેલું વાયુસેનાનું વિમાન જામનગર પહોંચ્યું, 120થી વધુ ભારતીયોને સુરક્ષિત પાછા લવાયા

0
435
ભારતનું આ એરક્રાફ્ટ અમેરિકી સૈનિકો દ્વારા એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુરક્ષા વચ્ચે નીકળ્યું હતું. કાબુલ એરપોર્ટને સવારે જ અમેરિકી એજન્સીઓ દ્વારા ફરીથી ખોલવામાં આવ્યું છે. આ વિમાનમાં લગભગ 120થી વધુ લોકોને પાછા લાવવામાં આવી રહ્યા હતા
ભારતનું આ એરક્રાફ્ટ અમેરિકી સૈનિકો દ્વારા એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુરક્ષા વચ્ચે નીકળ્યું હતું. કાબુલ એરપોર્ટને સવારે જ અમેરિકી એજન્સીઓ દ્વારા ફરીથી ખોલવામાં આવ્યું છે. આ વિમાનમાં લગભગ 120થી વધુ લોકોને પાછા લાવવામાં આવી રહ્યા હતા

તાલિબાનનું નિયંત્રણ વધવાની સાથે જ કાબુલમાં સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીયો ફસાયેલા છે. જો કે સરકારે સુરક્ષા કારણોસર તેમની સંખ્યા જણાવી નથી. તેમને પાછા લાવવા માટે વાયુસેનાના બે C-17 ગ્લોબમાસ્ટરને કામે લગાડ્યા છે.

નવી દિલ્હી: તાલિબાનનું નિયંત્રણ વધવાની સાથે જ કાબુલમાં સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીયો ફસાયેલા છે. જો કે સરકારે સુરક્ષા કારણોસર તેમની સંખ્યા જણાવી નથી. તેમને પાછા લાવવા માટે વાયુસેનાના બે C-17 ગ્લોબમાસ્ટરને કામે લગાડ્યા છે. જેમાંથી એક વિમાને રવિવારે રાતે ઉડાણ ભરી અને કાબુલથી કેટલાક મુસાફરોને લઈને સોમવારે સવારે ભારત પહોંચ્યું. બીજું વિમાન કાબુલથી લગભગ 120થી લોકોથી વધુને લઈને મંગળવારે સવારે ઉડ્યું અને થોડીવાર પહેલા જામનગર પહોંચ્યું. સૂત્રોએ જણાવ્યું કે આ બંને વિમાનો કાબુલના આટાફેરા કરશે. ભારતીય રાજદૂત સહિત અન્ય નાગરિકોને લઈને કાબુલથી રવાના થયેલું વાયુસેનાનું વિમાન ગુજરાતના જામનગર પહોંચી ગયું છે. આ વિમાનમાં લગભગ 120 જેટલા લોકોને સુરક્ષિત લાવવામાં આવ્યા છે. આ પ્લેન ઈંધણ પૂરાવવા માટે જામનગરમાં ઉતર્યું છે. અહીંથી આ વિમાન હિંડન એરબેસ જશે. વિમાને સવારે પોણા આઠ વાગે કાબુલથી ઉડાણ ભરી ભારતીય વાયુસેનાનું C-17 મંગળવારે સવારે કાબુલથી રવાના થયું હતું. ભારતનું આ એરક્રાફ્ટ અમેરિકી સૈનિકો દ્વારા એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુરક્ષા વચ્ચે નીકળ્યું હતું. કાબુલ એરપોર્ટને સવારે જ અમેરિકી એજન્સીઓ દ્વારા ફરીથી ખોલવામાં આવ્યું છે. આ વિમાનમાં લગભગ 120થી વધુ લોકોને પાછા લાવવામાં આવી રહ્યા હતા. ભારતીય રાજદૂત આર ટંડન સહિત સ્ટાફને પણ કાબુલથી પાછા બોલાવવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓને પણ જલદી ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે. સરકારે એક નિવેદનમાં કહ્યું કે તે જે ભારતીય નાગરિકો ભારત પાછા ફરવા માંગે છે તેમના સંપર્કમાં છે. આ ઉપરાંત અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ સરકાર સંપર્ક સાધી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જે લોકો અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમને ભારત આવવામાં મદદ કરીશું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here