વડોદરા રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં પાણીની લાઈનમાં ભંગાણ

0
372
.વડોદરા શહેરમાં અવારનવાર આડેધડ થતા ખોદકામને કારણે પાણીની લાઈનમાં ભંગાણ થતું હોય છે કે બાદ કોર્પોરેશનનું તંત્ર સમારકામની કામગીરી કરે છે
.વડોદરા શહેરમાં અવારનવાર આડેધડ થતા ખોદકામને કારણે પાણીની લાઈનમાં ભંગાણ થતું હોય છે કે બાદ કોર્પોરેશનનું તંત્ર સમારકામની કામગીરી કરે છે

વડોદરા : વડોદરાના અલકાપુરી ગરનાળા પાસે પાણીની લાઈન લીકેજ થતા હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું હતું. તે દરમિયાન એક રિક્ષા ચાલક સ્લીપ થતાં ઈજાઓ પહોંચી હતી. જે બાબતને ધ્યાનમાં રાખી પોલીસે ગરમાળાનો એક તરફનો રસ્તો બંધ કર્યો હતો અને સમારકામ માટે વડોદરા કોર્પોરેશનને જાણ કરી હતી.વડોદરા શહેરમાં અવારનવાર આડેધડ થતા ખોદકામને કારણે પાણીની લાઈનમાં ભંગાણ થતું હોય છે કે બાદ કોર્પોરેશનનું તંત્ર સમારકામની કામગીરી કરે છે પરંતુ પાણીની લાઈન તોડનારને માત્ર નોટિસ આપી સંતોષ માનતા હોવાના પણ કિસ્સા બનતા રહ્યા છે.આજે સવારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે સ્ટેશન પાસેના ગરનાળા પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડતાં હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું હતું અને પાણી ગરનાળામાં ભરાઈ ગયું હતું.પાણીની લાઈનમાં ભંગાણ પડવાના કારણે ગરનાળામાંથી પસાર તથા વાહન ચાલકો સ્લીપ થઈ ગયા હતા. જેમાં એક બાઈક પલટી ખાઈ ગઈ હતી.આ બાબતને ધ્યાનમાં રાખી પોલીસે ગરનાળાનો અલકાપુરીથી રેલવે સ્ટેશન તરફ જવાનો એક માર્ગ પથ્થર મૂકી બંધ કર્યો હતો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને પાણીની લાઇનના સમારકામ કરવા જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here