આઈફોને 400 ફીટ ઊંડી ખીણમાં ફસાયેલા વ્યકિતનો જીવ બચાવ્યો

0
78
અનેક લોકો એપલના આઈફોનને નાણાનો વેડફાટ ગણાવતા હોય છે, પરંતુ  તેના ફીચર્સે એક વ્યક્તિનો જીવ બચાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના લોસ એન્જલ્સમાં ૪૦૦ ફીટ ખાડામાં પડેલી ગાડીના ડ્રાઈવરની વહારે તેનો આઈફોન-૧૪ આવ્યો હતો.  
લોસ એન્જલ્સમાં આઈફોન-૧૪ યુઝરને અકસ્માત નડયો હતો. તે અહીં આવેલા માઉન્ટ વિલ્સનની ૪૦૦ ફીટ ઊંડી ખાઈમાં પડયો હતો. તેને રેસ્ક્યુ કરવા માટે આઈફોન-૧૪એ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આઈફોનમાં હાજર ક્રેશ ડિટેક્શન અને ઈમરજન્સી એસઓએસ સેટેલાઈટથી કનેક્ટ હતાં. 
અકસ્માતનો ભોગ બનનાર વ્યકિતના ફોનમાં ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં આ બંને ફિચર્સ કામ કરી રહ્યાં હતાં. આઈફોન-૧૪માં હાજર ક્રેશ ડિટેક્શન ફીચર અકસ્માત બાદ ઓટોમેટિક્લી એક્ટિવ થઈ ગયું હતું. આ કારણે જ ઘાયલ વ્યક્તિને રેસ્કયુ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. 
બીજુ ઈમરજન્સી એસઓએસ ફીચર સેટેલાઈટ કનેક્ટિવિટી સાથે કામ કરે છે. એસઓએસ ફીચરે ઈમરજન્સી સેન્ટર પર સેટેલાઈટના માધ્યમથી મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું હતું. તેના કારણે ઘાયલ વ્યક્તિના ચોક્કસ લોકેશનની માહિતી મળી હતી. મોન્ટ્રોઝ  સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમના લીડરે કહ્યું કે, આઈફોન વગર આ વ્યક્તિને શોધવો શક્ય નહતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here