દેશમાં ‘કોંગ્રેસરાજ’માં રૂ. 4.82 લાખ કરોડના કૌભાંડ : ભાજપ

0
34
કોંગ્રેસ ફાઈલ્સનો પહેલો એપિસોડ : સોશિયલ મીડિયામાં વાયરલ
કૌભાંડોના આ નાણામાંથી 24 આઈએનએસ વિક્રાંત, 300 રફાલ અને 1,000 મંગળ મિશન પાછળ ખર્ચ થઈ શક્યો હોત કોંગ્રેસે અદાણી મુદ્દે ભાજપ સામે આક્રમક વલણ અપનાવતાં અને ભાજપ-અદાણી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે. પરિણામે જવાબમાં ભાજપે કોંગ્રેસ પર નવેસરથી હુમલા કરવાનું શરૂ કર્યું છે. ભાજપે કોંગ્રેસના શાસનકાળમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા છે. ભાજપે રવિવારે ‘કોંગ્રેસ ફાઈલ્સ’ નામથી કોંગ્રેસ પર આક્ષેપોનો પહેલો એપિસોડ જાહેર કર્યો હતો.

ભાજપે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી, ‘કોંગ્રેસ ફાઈલ્સના પહેલા એપીસોડમાં જૂઓ, કેવી રીતે કોંગ્રેસ રાજમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયા…’ ‘કોંગ્રેસનો અર્થ કરપ્શન’ નામના મથાળાવાળા વીડિયોમાં ભાજપે આક્ષેપ કર્યો છે, ‘કોંગ્રેસે તેના ૭૦ વર્ષના શાસનકાળમાં જનતાના ૪૮,૨૦,૬૯,૦૦,૦૦,૦૦૦ રૂપિયા લૂંટયા છે. આ નાણાંનો ઉપયોગ જનતા માટે ઉપયોગી વિકાસ કામો અને તેની સુરક્ષા માટે કરી શકાય તેમ હતો.’

ભાજપે વીડિયો સંદેશમાં કહ્યું છે, આટલી રકમથી ૨૪ આઈએનએસ વિક્રાંત, ૩૦૦ રાફેલ જેટ અને ૧૦૦૦ મંગળ મિશન બનાવી અથવા ખરીદી શકાય તેમ હતા, પરંતુ દેશે કોંગ્રેસના ભ્રષ્ટાચારની કિંમત ચૂકવવી પડી તથા તે પ્રગતિની દોડમાં પાછળ પડી ગયું.
ભાજપે કોંગ્રેસ પક્ષ પર હુમલો કરતા કહ્યું વીડિયોમાં ૨૦૦૪-૨૦૧૪ના મનમોહનસિંહના કાર્યકાળને ‘ખોવાયેલો દાયકો’ જાહેર કરી દીધો છે. ત્યારે સરકારનું નેતૃત્વ મનમોહન સિંહ કરી રહ્યા હતા, પરંતુ તેમણે પોતાના શાસનમાં થતા બધા જ ભ્રષ્ટાચારો પર આંખ મીંચી દીધી હતી. તે દિવસોમાં અખબાર ભ્રષ્ટાચારના સમાચારોથી ભરેલા રહેતા હતા, જેને જોઈને પ્રત્યેક ભારતીયનું માથું શરમથી ઝુકી જતું હતું.
ભાજપે વીડિયોમાં આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસ રાજમાં રૂ. ૧.૮૬ લાખ કરોડનું કૌલસા કૌભાંડ, રૂ. ૧.૭૬ લાખ કરોડનું ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ, રૂ. ૧૦ લાખ કરોડનું મનરેગા કૌભાંડ, રૂ. ૭૦,૦૦૦ કરોડનું કોમનવેલ્થ કૌભાંડ, ઈટાલીથી હેલિકોપ્ટર સૌદામાં રૂ. ૩૬૨ કરોડની લાંચ, રેલવે બોર્ડના ચેરમેન માટે રૂ. ૧૨ની લાંચની ઘટનાઓ થઈ છે. વીડિયો સંદેશના અંતમાં ભાજપે કહ્યું, આ કોંગ્રેસના ભ્રષ્ટાચારની માત્ર ઝાંકી છે, ફિલ્મ હજુ પૂરી નથી થઈ. આ પહેલાં કોંગ્રેસે પણ અદાણી મુદ્દે ભાજપ પર હુમલો કર્યો હતો અને ‘હમ અદાણી કે હૈ કોન’ અભિયાન હેઠળ અનેક સવાલો કર્યા હતા. પક્ષે આક્ષેપ કર્યો કે ભાજપે વિવિધ પ્રોજેક્ટમાં અદાણી જૂથને ‘એકાધિકાર’ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here