ઉદયનિધિ અને એ.રાજાને સુપ્રીમકોર્ટનો ‘ઝટકો’, સનાતન ધર્મ વિવાદ મામલે નોટિસ ઈશ્યૂ કરી

0
169
કોર્ટનું કહેવું છે કે આ મામલે હેટ સ્પીચ પર લંબિત અન્ય અરજીઓ સાથે જ તેના પર સુનાવણી હાથ ધરવામાં આવશે
સુપ્રીમકોર્ટે શુક્રવારે સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપનારા સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને નોટિસ ઈશ્યૂ કરી

નવી દિલ્હી : સુપ્રીમકોર્ટે (supreme court) શુક્રવારે સનાતન ધર્મ (sanatan dharma) પર વિવાદિત નિવેદન આપનારા તમિલનાડુ (tamilnadu ) સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિન (udhayanidhi stalin) અને ડીએમકે નેતા એ.રાજાને નોટિસ ઈશ્યૂ કરી છે. કોર્ટનું કહેવું છે કે આ મામલે હેટ સ્પીચ પર લંબિત અન્ય અરજીઓ સાથે જ તેના પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ચેન્નઈના એક વકીલે અરજી દાખલ કરી માગ કરી હતી કે તમિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ યોજાઈ રહેલા કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. ખરેખર તો ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મલેરિયા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે જે રીતે ડેન્ગ્યુ-મલેરિયાને વિરોધ ન કરી શકાય પણ તેનો ખાત્મો જ કરવો પડે એ જ રીતે સનાતન ધર્મનો ફક્ત વિરોધ ન કરવો જોઈએ પણ તેનો ખાત્મો કરી દેવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here