ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ પર મોટા એક્શન, NIAએ અમૃતસર અને ચંદીગઢની તમામ સંપત્તિ કરી જપ્ત

0
132
ખાલિસ્તાની આતંકવાદી પન્નુનો તાજેતરમાં જ ભારત વિરુધ ભડકાવ ભાષણનો વીડિયો આવ્યો હતો સામે
NIA ની મોટી કાર્યવાહી

નવી દિલ્હી : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આંતકવાદી અને પ્રતિબંધિત શીખ ફોર જસ્ટીસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ (khalistani gurpatwant singh pannu) વિરોધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIAએ આંતકી પન્નુના પંજાબના અમૃતસર અને ચંડીગઢની તમામ સંપતિને સીલ કરી છે. પન્નુ હાલ અમેરિકામાં રહે છે અને ત્યાંથી સતત ભારત વિરોધી વીડિયો બનાવી ઝેર ઓકી રહ્યો છે. પંજાબમાં NIA દ્વારા પન્નુની જે સંપતિઓ જપ્ત કરવામાં આવી છે તેમાં અમૃતસર જિલ્લાના પૈતૃક ગામે 46 કનાલ ખેતીની મિલકત અને ચંડીગઢ સેક્ટર 15 Cમાં આવેલ તેના ઘરનો સમાવેશ થાય છે. જપ્તીનો અર્થ એ છે કે પન્નુ આ મિલકત પરનો અધિકાર ગણાવી શકશે નહિ હવે તે સરકારના અધિકાર ક્ષેત્રમાં આવશે. અગાઉ 2020માં પણ તેમની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. SFJના કાયદાકીય સલાહકાર પન્નુએ તાજેતરમાં એક વીડિયોમાં શેર કર્યો હતો. જેમાં તે કેનેડા સાથે ચાલી રહેલા વિવાદને લઇ ભારતીય પર હુમલો કરતો જોવા મળ્યો હતો. તેને કહ્યું કે, ભારતીય મૂળના હિંદુઓનું ઘર ભારત છે. કેનેડા છોડી ભારત જતા રહે. તમે લોકો માત્ર ભારતને જ સમર્થન નથી આપ્યું પરંતુ તમે ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here