શેરબજાર:સેન્સેક્સ 226 અંક વધ્યો, નિફ્ટી 16496 પર બંધ

0
162
TCSના શેર વધ્યા,M&M, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ITCના શેર ઘટ્યા
TCSના શેર વધ્યા,M&M, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ITCના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 226 અંક વધી 55555 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 46 અંક વધી 16496 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HCL ટેક, TCS, બજાજ ફાઈનાન્સ, નેસ્લે, ભારતી એરટેલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HCL ટેક 4.37 ટકા વધી 1166.00 પર બંધ રહ્યો હતો. TCS 2.20 ટકા વધી 3635.75 પર બંધ રહ્યો હતો. જોકે M&M, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ITC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. M&M 2.53 ટકા ઘટી 765.95 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 2.16 ટકા ઘટી 3670.00 પર બંધ રહ્યો હતો.એક વખત ફરી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ નવા ગ્રાહક જોડવાના મામલામાં એરટેલ અને વોડાફોન-આઈડિયા(VI)ને પાછળ છોડી દીધા છે. જિયોએ જૂનમાં 54.7 લાખ નવા ગ્રાહકો જોડ્યા છે. આ પહેલા કંપનીએ મેંમાં 35.5 લાખ નવા ગ્રાહક જોડ્યા હતા. જ્યારે વોડાફોન-આઈડિયાના 42.9 લાખ ગ્રાહક ઓછા થયા છે. આ પહેલા મેમાં પણ VIના 42.8 લાખ ગ્રાહક ઓછા થયા હતા.નિરમા ગ્રુપની સિમેન્ટ કંપની નુવોકો વિસ્ટાસના શેર એક્સચેન્જ પર લિસ્ટ થયા છે. નુવોકો વિસ્ટાસના શેર લગભગ 17 ટકા ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા. કંપનીના શેર BSE પર 570 રૂપિયાની ઈશ્યુ પ્રાઈસની સરખામણીએ 471 રૂપિયા પર લિસ્ટ થયા. જ્યારે NSE પર શેરનું લિસ્ટિંગ 485 રૂપિયા પર થયું છે. કંપનીએ 5000 કરોડ રૂપિયાના IPO ઈસ્યુ કર્યા હતા, જે 1.71 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. કંપનીનો ઈશ્યુ 9 ઓગસ્ટે ખુલ્યો અને 11 ઓગસ્ટે બંધ થયો હતો.આ પહેલા અમેરિકાના શેરબજાર પણ તેજીની સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.65 ટકાના વધારા સાથે 35120 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.19 ટકાના વધારા સાથે 14714 અને S&P 500 0.81 ટકાની તેજી સાથે 4441 પર બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here