અમદાવાદમાં 10 વર્ષ બાદ રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી નોંધાઈ

0
302
બીજી ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયામાં પવનો ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે
બીજી ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયામાં પવનો ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે

આગામી અઠવાડિયે અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહેવાની વકી

અમદાવાદ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ સિવિયર કોલ્ડવેવની અસરથી અમદાવાદમાં 10 વર્ષ બાદ એટલે કે, વર્ષ 2011 પછી જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક 6.7 ડિગ્રી સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયુ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવનું મોજુ ફરી વળતાં મોટાભાગના શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયાં છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.7 ડિગ્રી ગગડીને 23.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 5.5 ડિગ્રી ગગડીને 6.7 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે અમદાવાદમાં 10 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાતા લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહેવાની તેમજ 27 કે 27 જાન્યુઆરીના રોજ ફરીથી અમદાવાદમાં ઠંડીનો પારો 7.0 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. સિવિયર કોલ્ડવેવની અસરથી રાજ્યના મોટાભાગનાં શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયા છે. જે અંતર્ગત 4.3 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતુંઆ ઉપરાંત રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં રાજ્યના 16 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાતા રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાયા હતા, તેમજ સામાન્ય દિવસોમાં રાત્રિ દરમિયાન 3થી 7 કિલોમીટરની ગતિના પવનો ચાલુ રહેતા હોય છે. તેને બદલે રવિવારે રાત્રે 11.30 પછી પવનની ગતિ શૂન્ય પર (ડ્યુ પોઇન્ટ) પર પહોંચી જઈ હતી. ડ્યુ પોઇન્ટ એટલે કે, ઠંડી હવાનો સૌથી નીચા પોઇન્ટ સુધી ડીપ કરી જાય છે. પવનની ગતિ ડ્યુ પોઇન્ટ પર જવાની સાથે આકાશ સ્વચ્છ હોવાથી ઠંડા પવનો સીધા જમીન પર આવતાં જમીન ઠંડી થતાં અચાનક ઠંડીમાં વધારો થયો છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે તેમજ 26 કે 27 જાન્યુઆરીએ ફરીથી 6 કે 7 ડિગ્રી તાપમાન ગગડવાની શક્યતા છે. > અંકિત પટેલ, (હવામાન નિષ્ણાત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here