અમદાવાદમાં છુટોછવાયો વરસાદ, સવારથી જ ઠંડા પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો

0
81
જો કે વાતાવરણ પલટાના કારણે જીરુંના પાકને અસર પડશે.વિપરીત હવામાનના કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે.
જો કે વાતાવરણ પલટાના કારણે જીરુંના પાકને અસર પડશે.વિપરીત હવામાનના કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે.

રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જો કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે

અમદાવાદ: ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હતી, જેના પગલે આજે વહેલી સવારે રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેર અને સાણંદ નજીક પણ વાતવરણમાં પલટો જોવા મળ્યો. ત્યારે સાણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જો કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.અમદાવાદના વાતાવરણમાં આજે વહેલી સવારે પલટો આવ્યો હતો. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા સહિતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છુટો-છવાયો વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.– રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે.જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે.ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો.અને નલિયામાં લઘુતમ તાપમાન 11 ડીગ્રી નોંધાયું.અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 15 ડીગ્રી રહ્યું છે. તો અન્ય શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.તો મહત્તમ તાપમાન ઊંચું નોંધાવવાના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.જો કે ડિસેમ્બરથી હાથ થીજવતી ઠંડી પડશે આજે રાજ્યમાં પવનની ગતિ તેજ હતી.ઠંડા અને સૂકા પવન ફૂંકાય રહ્યા છે.પરંતુ વેસ્ટર્ન ડીસ્ટર્બનના કારણે ભેજનું પ્રમાણ પણ વધશે.અને સામાન્ય વરસાદ થશે.અમદાવાદ શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાય રહ્યા છે.સૂકા અને ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ કર્યો છે.અને વાતાવરણ ધૂંધળું જોવા મળ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here