સોનાની કિંમતમાં ઉછાળો, રેકોર્ડ કિંમતથી હજુ 8,424 રૂપિયા સસ્તું

0
115
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે

બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે હાલ સોનું રેકોર્ડ હાઇ સપાટીથી 8,424 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. વર્ષ 2020ની વાત કરીએ તો સોનાની કિંમત MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાના સ્તર પર પહોંચી હતી.

નવી દિલ્હી: સોનાની કિંમતમાં આજે (Gold Price Today on 4 January, 2022) વધારો નોંધાયો છે. મંગળવારે સવારે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોનાની કિંમતમાં 0.13 ટકાનો વધારો (Gold price hike today) જોવામાં આવ્યો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં આજે ઘટાડો (Silver price today) નોંધાયો છે. એમસીએક્સ પર સવારે ચાંદીની કિંમતમાં 0.13 ટકાનો ઘટાડો જોવામાં આવ્યો હતો. બીજી તરફ બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે બહુ ઝડપથી સોનાની કિંમતમાં ઉછાળો આવી શકે છેએમસીએક્સ પર સવારે સોનું 0.13 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું હતું. એ પ્રમાણે 10 ગ્રામ સોનાની કિંમત 47,776 રૂપિયા જોવામાં આવી હતી.બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે હાલ સોનું રેકોર્ડ હાઇ સપાટીથી 8,424 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. વર્ષ 2020ની વાત કરીએ તો સોનાની કિંમત MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાના સ્તર પર પહોંચી હતી. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે હાલ સોનાની ખરીદવાની ઉત્તમ તક છે. સોના માટે MCXમાં 47,500 રૂપિયાનો મજબૂત સપોર્ટ છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ₹47,800થી ₹47,900 વચ્ચે સોનું ખરીદવાની ઉત્તમ તક રહેશે. કારણ કે ટૂંક સમયમાં જ સોનામાં ₹49,300થી ₹49,500 પ્રતિ 10 ગ્રામનું સ્તર જોવા મળી શકે છે.એમસીએક્સ પર સવારે ચાંદી 0.13 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું હતું. આ સાથે જ 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 61,662 રૂપિયા જોવા મળી હતી.24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here