બાળકોનું વેક્સિનેશન : બે દિવસમાં 7.90 લાખ બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

0
89
દેશના 15થી 18 વર્ષના 7.40 કરોડ કિશોર-કિશોરીઓ આજથી (સોમવારથી) કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે.
દેશના 15થી 18 વર્ષના 7.40 કરોડ કિશોર-કિશોરીઓ આજથી (સોમવારથી) કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે.

દેશમાં 3 જાન્યુઆરીથી એટલે કે આજથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે. વેક્સિનેશન માટે CoWIN એપ્લિકેશન પર રવિવાર સુધીમાં 7 લાખથી વધુ બાળકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે બાળકોનાં વેક્સિનેશન માટે વેક્સિનેશન કેન્દ્ર પર અલગ લાઈન, અલગ સમય અને અલગ વેક્સિનેશન ટીમની રચના કરવી જોઈએ.કેન્દ્રીય આરોગ્ય વિભાગે 27 ડિસેમ્બરનાં રોજ જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી, તે મુજબ 15 થી 18 વર્ષનાં બાળકોને માત્ર કોવેક્સિનનાં ડોઝ આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોનાં આરોગ્ય મંત્રી, મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ સાથે ઓનલાઈન બેઠક કરી હતી.દેશના 15થી 18 વર્ષના 7.40 કરોડ કિશોર-કિશોરીઓ આજથી (સોમવારથી) કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે. આ માટે સ્કૂલોમાં રસીકેન્દ્રો બનાવાયા છે. આ ઉપરાંત પહેલેથી મોજૂદ કેન્દ્રો પર પણ જુદી વ્યવસ્થા કરાઈ છે. 2007 કે તે પહેલા જન્મેલા કિશોરો પણ નોંધણી કરાવી ના શક્યા હોય, તો તેઓ ઓન ધ સ્પોટ નોંધણી કરાવીને પણ રસી લઈ શકશે. આ માટે સ્કૂલનું આઈ કાર્ડ કે આધાર કાર્ડ માન્ય ગણાશે. બીજો ડોઝ 28 દિવસ પછી લેવાનો રહેશે. કોવિન પોર્ટલ પર રવિવાર સુધી 7.65 લાખ કિશોર નોંધણી કરાવી ચૂક્યા છે.કોરોના રસીના છેલ્લા તબક્કાના ટ્રાયલમાં જયપુરના 100 કિશોર પણ સામેલ થયા હતા, જેમાંથી એક પણ કિશોરમાં આડઅસર જોવા નથી મળી. શશાંક (14) અને દક્ષિતા (12)ના પિતા જીતેન્દ્ર ગુપ્તા કહે છે કે, ‘મારા બંને બાળકો રસી લેવા ખુશીથી તૈયાર થઈ ગયા. હવે તેઓ સુરક્ષિત છે.’ તો 13 વર્ષની શુભમ સાહુના પિતા શંકરલાલ કહે છે કે, ‘મારી પુત્રી તુરંત રસી લેવા તૈયાર થઈ ગઈ હતી. રસીની કોઈ આડઅસર જોવા નથી મળી.’આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એ તમામ બાળકો, જે 15 વર્ષથી વધુ વયનાં છે, તેઓ વેક્સિનેશ માટે એલિજિબિલ છે. બીજા શબ્દોમાં કહીએ તો 2007 કે એના પછી જન્મ લેનારાં 15-18 વર્ષના બાળકો માટેના વેક્સિનેશન માટે એલિજિબિલ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here