ટ્રમ્પ લોકશાહી માટે ભયરૂપ છે વ્હાઈટ હાઉસના રોઝ-ગાર્ડનમાં પત્રકારોને બાયડને કહ્યું

0
57
– બાયડને 6 જાન્યુ. 2021માં ટ્રમ્પના ટેકેદારોએ કોંગ્રેસ પર કરેલા હુમલાનો વિડીયો દેખાડયો કહ્યું દેશમાં મુક્તિ રક્ષવી અનિવાર્ય બની છે

અમેરિકાના પ્રમુખ જો બાયડને બુધવારે હિંમતપૂર્વક કહ્યું હતું કે તે ડોનાલ્ડ ટ્રમ્પને ૨૦૨૪માં ફરી એકવાર પરાજિત કરી શકશે.

પોતાના ચૂંટણી પ્રચારનાં પ્રવચન સમયે નહીં પરંતુ દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સુક ચેઑલ સાથેની મંત્રણા પછી વ્હાઈટહાઉસનાં રોઝ-ગાર્ડનમાં પત્રકારોને આ પ્રમાણે જણાવ્યું હતું.

આ તબક્કે એક પત્રકારે ડેમોક્રેટિક પ્રેસિડેન્ટને પૂછ્યું હતું કે તમે ટ્રમ્પની સામે એટલા માટે ઊભા રહેવા માંગો છો કે તમે માનો છો કે એક માત્ર તમે જ ટ્રમ્પને હરાવી શકો તેમ છો. ત્યારે બાયડને કહ્યું ”હું કૈં એકલો નથી (કે જે ટ્રમ્પને હરાવી શકે) પરંતુ હું તેમને સારી રીતે જાણું છું, અને તે પણ જાણું છું કે તેઓ આપણી લોકશાહી માટે કેટલા ભયરૂપ બની શકે તેમ છે. અમે આ માર્ગે પહેલાં પણ સ્પર્ધામાં હતા (પ્રમુખ પદની સ્પર્ધામાં હતા).”

મંગળવારે બાયડને જાન્યુ.૬ ૨૦૨૧નો વિડીયો દર્શાવ્યો હતો. જેમાં યુએસ કોંગ્રેસના સદન ‘ધી કેપીટોલ ઉપર કરેલો હુમલો દર્શાવ્યો હતો’ સાથે અમેરિકનોની મુક્તિ (અભિવ્યક્તિની મુક્તિ વ.)નું અંતિમવાદીઓ સામે રક્ષણ કરવા શપથપૂર્વક જણાવ્યું હતું.

તેમણે કહ્યું ૨૦૨૦માં તો ટ્રમ્પ દ્વારા ઊભા કરાયેલી અદ્વિતીય ભીતિને લીધે જ હું તેમની સામે ઊભો રહ્યો હતો, પરંતુ આ વખતે તેવી સ્થિતિ નથી. આ વખતે ચૂંટણી લડવા માટે મેં લીધેલા નિર્ણયને ટ્રમ્પ સાથે કોઈ સંબંધ નથી.

તેઓ જો ઊભા રહેવાના ન હોત તો પણ હું ચૂંટણી લડવાનો જ હતો. તેમ પણ બાયડને પત્રકારોને કહ્યું હતું.

પોતાની વય અંગે તેમણે કહ્યું હતું કે ૮૦ની વય પ્રત્યે સખત દ્રષ્ટિ રાખવી જોઈએ. વાસ્તવમાં વય તે મહત્ત્વની બાબત જ નથી. મને તો લાગે છે કે આપણે વર્ષોથી જે ખૂણો વટાવી શક્યા ન હતા તે વટાવવાનો હવે સમય આવી ગયો છે. હું અમેરિકાને રાજકીય અને આર્થિક રીતે વધુ સબળ ભૂમિકામાં મુકવા માંગું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here