વીજ વાહનો તરફ વૈશ્વિક સ્તરે આકર્ષણ વધી રહ્યાનો દાવો

0
37

– વિશ્વ સ્તરે વીજ વાહનોના વેચાણમાં ૬૦ ટકા સાથે ચીન મોખરે

 વીજ વાહનોના વેચાણમાં ભારે તેજી જોવા મળી રહી છે અને વર્તમાન વર્ષમાં વેચાયેલી દર પાંચમાંથી એક કાર વીજ સંચાલિત હોવાની ધારણાં છે, એમ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ) દ્વારા જારી કરાયેલ એક નિવેદનમાં જણાવાયું હતું. 

વીજ વાહનો પરના પોતાના વાર્ષિક અહેવાલમાં એજન્સીએ જણાવ્યું હતું કે, વર્તમાન વર્ષમાં વેચાણ ૩૫ ટકા વધી ૧.૪૦ કરોડ પર પહોંચવા અપેક્ષા છે. ૨૦૨૦માં વીજ વાહનોનો બજાર હિસ્સો જે ચાર ટકા હતો તે વધી ૧૮ ટકા પહોંચવાની પણ શકયતા છે. 

ઊર્જાના નવા વૈશ્વિક ગણિતમાં વીજ વાહનોની ભૂમિકા મહત્વની બની રહેશે. વીજ વાહનો વૈશ્વિક કાર ઉદ્યોગમાં મોટો ફેરબદલ લાવશે એમ આઈઈએના એક્ઝિકયૂટિવ ડાયરેકટર ફેઈથ બિરોલે એક નિવેદનમાં જણાવ્યું હતું.
માર્ગ પરિવહનમાં વીજ સંચાલિત કારના ઝડપી ફેલાવાથી વર્તમાન દાયકાના અંત સુધીમાં દૈનિક પચાસ લાખ બેરલની આવશ્યકતા દૂર થઈ જશે. વૈશ્વિક સ્તરે ઓઈલની દૈનિક આવશ્યકતા ૧૦ કરોડ બેરલ જેટલી રહે છે. 
અમેરિકા, ચીન તથા  યુરોપ  વીજ વાહનોની મોટી બજાર રહી છે. ગયા વર્ષે વીજ વાહનના વૈશ્વિક વેચાણમાં ૬૦ ટકા વેચાણ ચીનમાં જોવા મળ્યું હતું. અમેરિકામાં વપરાશકારોને વીજ વાહનો તરફ વળવા માટે અપાતા પ્રોત્સાહનોને કારણે આવનારા વર્ષોમાં વેચાણમાં વધારો કરવામાં ટેકા રૂપ બની રહેશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here