ભારતીય વાયુસેનામાં ધોરણ 12 પાસ માટે નીકળી ભરતી, હાથમાંથી જવા ન દેતા સુવર્ણ તક

0
60
ભારતીય વાયુસેનામાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભારતીય વાયુસેનામાં અગ્નિવીર ભરતી યોજના માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. આ ભરતી માટે પુરુષ અને મહિલાઓ બંને ઉમેદવારો અરજી કરી શકે છે. જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકે છે. વાયુસેના અગ્નિવીર ભરતી માટે ઉમેદવારો 31 માર્ચ, 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. મે મહિનામાં યોજાશે પરીક્ષા
વાયુસેનામાં અગ્નિવીર બનવા ઈચ્છતા યુવાનોએ રજિસ્ટ્રેશન બાદ પરીક્ષા પણ આપવાની રહેશે. અગ્નિવીરવાયુ ભરતી પરીક્ષાનું આયોજન મે મહિનામાં કરવામાં આવશે. વાયુસેના અગ્નિપથ યોજના ભરતી 2023ની પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, ફિઝિકલ એફિશિએન્સી ટેસ્ટ (PET), અને ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ (PMT) જેવા તબક્કાઓમાંથી પસાર થયા પછી મેડિકલ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ અંતિમ પસંદગી થશે.

મહત્વની તારીખ
અરજીની તારીખ – 17 માર્ચ, 2023થી
અરજીની છેલ્લી તારીખ – 31 માર્ચ, 2023
પરીક્ષાની તારીખ – 25 મે, 2023
ભારતીય વાયુસેનાની અરજી માટે શારીરિક યોગ્યતા
ભારતીય વાયુસેના અગ્નિવીર માટે ઓનલાઈન અરજી કરનારા પુરૂષ ઉમેદવારોની હાઇટ લઘુત્તમ 152.5 સેમી અને મહિલા ઉમેદવારોની હાઇટ 152 સેમી હોવી જોઈએ.
વય મર્યાદા
ભારતીય વાયુસેના અગ્નિવીર માટે ઓનલાઈન અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી કરનાર ઉમેદવારોનો જન્મ 26 ડિસેમ્બર 2002 અને 26 જૂન 2006ની વચ્ચે થયો હોવો જોઈએ.
શૈક્ષણિક લાયકાત
અલગ-અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગથી નિર્ધારિત કરવામાં આવી છે. મહત્તમ શૈક્ષણિક લાયકાત 12 પાસ નક્કી કરવામાં આવી છે. જો તમે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં સારા ગુણોની સાથે તમારી 12મા ધોરણની પરીક્ષા પાસ કરી છે, તો તમે અરજી કરી શકો છો. ભારતીય વાયુસેનાના અગ્નિપથમાં અરજી કરવા માટે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીની સાથે ધોરણ 12માં 50% મેળવનાર ઉમેદવારો અરજી કરી શકે છે અથવા ઉમેદવાર પાસે 3 વર્ષની એન્જિનિયરિંગ ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here