દરેક સ્કૂલોમાં રમત-ગમતનું મેદાન હોવું જરૂરી : સુપ્રીમ

0
80
– દબાણની જમીન મુદ્દે હાઇકોર્ટના આદેશને ગંભીર ભુલ ગણાવી 
– સ્કૂલની જમીન પર ગેરકાયદે દબાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો સુપ્રીમનો આદેશ  

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દરેક સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રમત-ગમત મેદાન હોવુ જોઇએ અને કોઇ સ્કૂલ આવા મેદાન વગરની ના હોવી જોઇએ. હરીયાણાની એક સ્કૂલની જમીન પર થયેલા દબાણને હટાવવાના આદેશ આપતી વખતે સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યું હતું. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમઆર શાહ અને ન્યાયાધીશ બીવી નાગરત્નાની બેંચે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ૨૦૧૬ના આદેશને બહુ જ ગંભીર ખામી ભરેલો ગણાવ્યો હતો. સ્કૂલની જમીન પર દબાણ કરનારાઓએ સરકાર પાસેથી બજારભાવે જમીનની ખરીદીનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને માન્યતા આપવાના અધિકારીઓના નિર્ણયને હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો હતો. સાથે જ જમીનના ગેરકાયદે કબજાને કાયદેસર બનાવવા પણ કહ્યું હતું. 

હાઇકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટે એક મોટી ગંભીર ભૂલ ગણાવી હતી. સુપ્રીમની બેંચે કહ્યું હતું કે જે સ્કૂલની જમીનનો વિવાદ સામે આવ્યો છે ત્યાં કોઇ જ રમતગમત મેદાન નથી બચ્યું, આસપાસના દબાણને કારણે સ્કૂલમાં જમીનનો અભાવ જોવા મળી રહ્યો છે. દરેક વિદ્યાર્થીને સ્કૂલમાં સારુ વાતાવરણ મેળવવાનો અધિકાર છે. કોઇ પણ સ્કૂલ રતમગતમના મેદાન વગરની ના હોઇ શકે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here