ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મતદાતાઓની નિરસતા, મંદ ગતિએ થઈ રહ્યું છે વોટિંગ

0
89
ગુજરાતના વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ખાલી પડેલી બેઠકો પણ આજે મતદાનનું આયોજન કરાયુ છે
ગુજરાતના વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ખાલી પડેલી બેઠકો પણ આજે મતદાનનું આયોજન કરાયુ છે

ગુજરાતમાં આજે ચૂંટણી દિવસ છે. ગુજરાતના વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ખાલી પડેલી બેઠકો પણ આજે મતદાનનું આયોજન કરાયુ છે. સવારે મતદાન શરૂ થઈ ગયુ છે. જેમાં સૌની નજર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પર છે. આ સાથે જ બનાસકાઁઠાની થરા નગરપાલિકા અને તાપીમાં પણ આજે મતદાન છે. મનપાની ચૂંટણીમાં અત્યારસુધીમાં 17.54 ટકા મતદાન થયુ છે. સૌથી વધુ મતદાન વોર્ડ-7માં 26 ટકા જ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ-5માં 12.07 ટકા અત્યારસુધી નોંધાયું છે. 

હીરાબાએ કર્યું મતદાન :-

પીએમ મોદીના માતા હીરાબાએ રાયસણમાં વોર્ડ નંબર 10માં વાડીભાઈ વિદ્યા સંકુલની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું. 

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદા શરૂ થઈ ગયુ છે. ગાંધીનગર મનપા ની 11 વોર્ડ ની 44 બેઠકો પર મતદાન શરૂ થઈ ગય છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 162 ઉમેદવારો મેદાને છે. આ માટે ગાંધીનગર મનપા ચૂંટણી માટે 284 મતદાન મથકો ઉભા કરાયા છે. જેમાં 144 સંવેદનશીલ, તો 4 અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. ગાંધીનગર મનપાના 2,81,897 મતદારો મતદાન કરશે. જેમાં 1,45,130 પુરુષ મતદારો અને 1,36,757 સ્ત્રી મતદારો અને 9 અન્ય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પાંચ જેટલા ચૂંટણી અધિકારીઓ ચાંપતી નજર રાખશે. મતદાન માટે 317 સીયુ મશીન, 461 બીયુ મશીન ઉપયોગમાં લેવાશે. 1775 પોલિંગ સ્ટાફ મતદાનની કામગીરી સંભાળશે. મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા માટે 1270 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આજે મતદાન બાદ 5 ઓક્ટોબરના રોજ 5 સ્થળોએ મત ગણતરી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here