મેકઅપ કરાવતી વખતે સારા અલી ખાનના ચહેરાની સામે બલ્બ ફૂટ્યો

0
296
તેની ટીમનો એક મેમ્બર તેને કંઈક કહે છે અને જવાબમાં સારા કહે છે, 'જીતુને કહો કે બે નારિયેળ પાણી લાવી દે
તેની ટીમનો એક મેમ્બર તેને કંઈક કહે છે અને જવાબમાં સારા કહે છે, 'જીતુને કહો કે બે નારિયેળ પાણી લાવી દે

સારા અલી ખાને હાલમાં જ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ફિલ્મ ‘લુકા છુપી 2’નું શૂટિંગ કર્યું હતું. તાજેતરમાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં મેકઅપ કરાવતી હોય તે વીડિયો શૅર કર્યો હતો. આ દરમિયાન બલ્બ ફૂટે છે.બલ્બનો અવાજ સાંભળીને સારા અલી ખાન એકદમ ડરી જાય છે અને કાન બંધ કરીને મોં નીચું કરી દે છે. સદનસીબે સારાને કોઈ ઈજા થઈ નહોતી. સારાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘મારી સવાર કંઈક આવી હતી.’ આ સાથે જ સારાએ ઘોસ્ટ, બલ્બ તથા એક્સપ્લોઝનની ઇમોજી પણ મૂકી હતી.સારા અલી ખાને મધ્યપ્રદેશના મહેશ્વરમાં સમય પસાર કર્યો હતો. અહીંયા તે નર્મદા નદીના કિનારે હોડીમાં બેઠેલી જોવા મળી હતી. સારા નો મેકઅપ લુકમાં ઘણી જ સુંદર લાગતી હતી.માં જોઈ શકાય છે કે સારા અલી ખાન મેકઅપ કરાવતી હોય છે. સારા પોતાની વેનિટી વેનમાં બેઠી હોય છે. મેકઅપ આર્ટિસ્ટ તેને તૈયાર કરતાં હોય છે. તેની ટીમનો એક મેમ્બર તેને કંઈક કહે છે અને જવાબમાં સારા કહે છે, ‘જીતુને કહો કે બે નારિયેળ પાણી લાવી દે.’ બસ આટલું કહ્યા બાદ સારાનો મેકઅપ આર્ટિસ્ટ બીજી બાજુ જાય છે અને અચાનક જ તેના ચહેરાની સામે બલ્બ ફૂટે છેવિકી કૌશલ પણ નર્મદા કિનારે બેઠો હતો. તેણે આ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘હર હર નર્મદે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here