હવામાન વિભાગના આકરા સંકેત; ‘દિવસે તાપથી શેકાશે અને રાત્રે થથરશે ગુજરાત’

0
78
 બીજી બાજુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે
 બીજી બાજુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. હાલ અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઇ છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે. 3 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે. ફરી એકવાર થથરાવી દે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતા છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી વધશે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમી વધવાની શક્યતા છે. જોકે રાત્રીના સમયે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે એટલે કે હવે રાજ્યના લોકોને બેવડી ઋતુનો માર સહન કરવો પડશે જેમા બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. બીજી બાજુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે રાજ્યમાં રાતે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. પાટનગર ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન  9.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અન્ય શહેરોનો પારો પણ ગગડ્યો છે.નોંધનીય છે કે, અમદાવાદનું તાપમાન 11.1 ડિગ્રી તાપમાન  નોંધાયું હતું જ્યારે બપોરના સમયે અમદાવાદનું તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું. જેથી આજથી અમદાવાદમાં એવી શક્યાતા છે કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયેલો જોવા મળી શકે છે. જેથી ગરમી પણ વધી શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here