અમેરિકામાં મંદીના વાતાવરણની દેશના એપરલ નિકાસકારો પર સીધી અસર

0
31

– તિરુપુરના નિકાસકારો મહિનામાં પંદર દિવસ જ કામ કરે છે

વિદેશમાંથી ઓર્ડરો મળવાનું ઘટી જતા ઘરઆંગણેના ખાસ કરીને તિરુપુર અને નોઈડાના એપરલ નિકાસકારોએ મહિનામાં ૧૨થી ૧૫ દિવસ સુધી ઉત્પાદન પ્રવૃત્તિ બંધ રાખવાનો વિકલ્પ પસંદ કર્યો છે. કામકાજ પાછળના ખર્ચમાં બચત કરવાના ભાગરૂપ આ નિર્ણય આવી પડયો હોવાનું તિરુપુર એકસપોર્ટર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.

વેપારમાં મંદી છતાં ગારમેન્ટ નિકાસકારોએ કર્મચારીઓની છટણી કરવાનું હાલમાં ટાળ્યું છે.  અમેરિકા તથા યુરોપ જેવી મુખ્ય બજારો ખાતેથી ઓર્ડરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તિરુપુર એશિયાનું સૌથી મોટું ટેકસટાઈલ નિકાસ મથક છે.
 ભારતની નિટવેર નિકાસમાંથી પચાસ ટકાથી વધુ તિરુપુર ખાતેથી થાય છે. તિરુપુરમાં ગારમેન્ટસના અંદાજે ૩૦,૦૦૦ જેટલા એકમો છે. 
નબળા ઓર્ડરને કારણે અહીંના એકમો મહિનામાં માત્ર પંદર દિવસ જ કામ કરવાના મૂડમાં છે. પંદર દિવસ કામ બંધ રાખવાથી કાર્યકારી ખર્ચ બચાવવામાં મદદ મળશે એમ સુત્રોએ જણાવ્યું હતું.વર્તમાન વર્ષના ઓગસ્ટ સુધી આ સ્થિતિ જોવા મળવા શકયતા છે અને ત્યારબાદ સપ્ટેમ્બરથી સ્થિતિમાં સુધારો જોવા મળવા અપેક્ષા છે. સામાન્ય રીતે ક્રિસમસ માટેના  વૈશ્વિક ઓર્ડર સપ્ટેમ્બરથી આવવાના શરૂ થાય છે. 
સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં તિરુપુર ખાતેથી નિટવેરની નિકાસનો આંક રૂપિયા ૩૪૩૫૦ કરોડ રહ્યાનો અંદાજ છે. બીજી બાજુ નોઈડાના એપરલ નિકાસકારો પાસે હાલમાં એક જ મહિનાના ઓર્ડર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
નોઈડાના નાના તથા મધ્યમ એકમો ક્ષમતાના ૩૫થી ૪૦ ટકાએ કામ કરી રહ્યાનું નોઈડા એપરલ એકસપોર્ટ કલસ્ટરના એક હોદ્દેદારે જણાવ્યું હતું.  ગારમેન્ટસ ઉદ્યોગમાં મંદી છતાં ઉદ્યોગમાં મોટેપાયે છટણી થઈ નહીં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here