બાઇડેને સિડનીનો પ્રવાસ રદ કરતાં ક્વોડની બેઠક મુલતવી રહી

0
28
– યુએસ ડેટ સેઇલિંગ ક્રાઇસિસના કારણે યુએસ પ્રમુખે પ્રવાસ ટૂંકાવવો પડયો
– પીએમ મોદીનો સિડની પ્રવાસ કાર્યક્રમ યથાવત્ : ક્વોડ બેઠક જી-20 દરમિયાન યોજાઈ શકે

– જાપાનમાં જી-20 દરમિયાન મોદી-બાઈડેનની મુલાકાત થશે. ડેટ-સીલીંગ ક્રાઇસિસને લીધે અમેરિકાના પ્રમુખ જો બાયડને તેઓની પાપુઆ, ન્યૂગીની અને સીડનીની મુલાકાત રદ કરતા હવે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનાં બનેલા ‘ક્વોડ’ની મીટીંગ મે ૧૯ થી ૨૧ વચ્ચે જાપાનના હીરોશીમામાં યોજાનારી જી-૭ની મીટીંગમાં અનુસંધાનમાં હિરોશીમામાં જ યોજાશે તેમ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે જણાવ્યું હતું.
તે સર્વવિદિત છે કે આ ‘ક્વોડ’ જૂથ (ચીન સામે) પારસ્પરિક સલામતિના હેતુથી રચવામાં આવ્યું છે. આ ક્વોડ બેઠક અંગે નવી દિલ્હીએ તો તદ્દન મૌન સેવ્યું છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનીઝે કહ્યું હતું કે, સીડનીમાં તા. ૨૪મીએ મળનારી ક્વોડની મીટીંગ રદ્દ થઈ છે, પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે સીડની આવવાના છે તે દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અંગે પણ ચર્ચા થશે. આ પછી જાપાનમાં યોજાનારી જી-૭ દેશોની શિખર પરિષદમાં હાજરી આપ્યા પછી તેઓ પાપુઆ-ન્યૂગિનીની મુલાકાતે ૨૨મી મેના દિવસે જવાના છે.

બીજી તરફ ડેટ-સીલીંગને લીધે અમેરિકાના પ્રમુખ જો બાયડનને તેમની પાપુઆ-ન્યૂગીનીની અને સીડનીની મુલાકાત રદ કરવી પડી હતી. પરંતુ જાપાનમાં યોજાનારી ક્વોડ દેશોની મીટીંગમાં ઈન્ડો પેસિફિક વિસ્તાર અંગે ચર્ચા કરાશે.
આ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં વહાણોની હેરફેરે માટે માર્ગ મુક્ત રાખવા વિષે પણ તે બેઠકમાં ચર્ચા થવાની છે, સાથે તે વિસ્તારમાં ચીનની વધતી જોહુકમી સામે ફિલિપાઇન્સને પણ સધિયારો આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ફીલીપાઈન્સે પોતાના આર્થિક જળવિસ્તારને જુદો તારવવા માટે તેણે ૩૨૨ કી.મી.ની ત્રિજ્યામાં પાંચ જુદાં જુદાં ‘બોઈઝ’ રાખ્યાં છે જે પૈકીનું એક ‘બોય’ વ્હાઈટસના રીફ ઉપર પણ રાખ્યું છે. આ વિસ્તારમાં ૨૦૨૧માં ચીનના નૌકાદળે ઘૂસણખોરી પણ કરી હતી, તેથી ફિલિપાઇન્સ નવનિર્વાચિત પ્રમુખ ફર્ડીનાન્ડ માર્કોસ (જુનિયર) જેવો એક સમયે ચીન તરફી જ હતા પરંતુ ચીનની જોહુકમીથી ચેતી જઈ તેઓએ અમેરિકા અને તેના સાથી દેશોનો આધાર લેવાનો નિર્ણય લેવો પડયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here