S&Pએ 2023-24 માટે ભારતના જીડીપી વૃદ્ધિનું અનુમાન છ ટકા પર જાળવી રાખ્યું

0
90

– ભારતની અર્થવ્યવસ્થા પરંપરાગત રીતે સ્થાનિક માંગથી પ્રભાવિત

રેટિંગ એજન્સી એસએન્ડપી  ગ્લોબલ રેટિંગ્સે ૧ એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ માટેનું અનુમાન ૬ ટકા પર યથાવત રાખ્યું છે. એજન્સીએ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬માં તે વધીને ૬.૯ ટકા થવાની અપેક્ષા રાખી છે.

એશિયા-પેસિફિક માટે ત્રિમાસિક આર્થિક માહિતી અપડેટ કરતાં, એસએન્ડપીએ જણાવ્યું હતું કે ફુગાવાનો દર ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૮ ટકાથી ઘટીને ૨૦૨૩-૨૪માં પાંચ ટકા થશે. તે જ સમયે, ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૨-૨૩)માં સાત ટકાના દરે વૃદ્ધિ પામશે પરંતુ ૨૦૨૩-૨૪માં તે ઘટીને છ ટકા થઈ જશે.

૨૦૨૪-૨૦૨૬માં ભારતનો સરેરાશ વિકાસ દર સાત ટકા રહેશે. ત્યારપછી, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬માં જીડીપી ૬.૯ ટકાના દરે વધવાનો અંદાજ છે, ૨૦૨૬-૨૭ માટે તે ૭.૧ ટકા રહેશે.

રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ‘ભારતની અર્થવ્યવસ્થા પરંપરાગત રીતે સ્થાનિક માંગથી પ્રભાવિત છે. જો કે, ત્યારથી તે વૈશ્વિક ચક્ર પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યું છે, જેનું એક કારણ નિકાસમાં વધારો છે. આક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨માં, વાર્ષિક ધોરણે જીડીપી વૃદ્ધિ ીમી પડીને ૪.૪ ટકા થઈ ગઈ.

તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતનો કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીરપીઆઈ) આધારિત ફુગાવો માર્ચ ૨૦૨૪માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ૫ ટકા સુધી મધ્યમ હોવો જોઈએ. એજન્સીએ કહ્યું કે ચીનની અર્ર્થવ્યવસ્થા આ વર્ષે પુનરુત્થાનના માર્ગ પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here