ફેસબુક-ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની ‘META’ આ સપ્તાહે મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરશે

0
30
ફેસબુક-ઈન્સ્ટાગ્રામ જેવા જાયન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ધરાવતી મેટા (META) કંપની હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટણી (Layoffs) કરવાની તૈયારી કરી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેટા કંપની વહેલી તકે એટલે કે આજ સપ્તાહમાં છટણીની જાહેરાત કરશે.

અધિકારીઓ પાસેથી કર્મચારીઓનો રિપોર્ટ મંગાવાયો
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર મેટાના હજારો કર્મચારીઓ આ સપ્તાહે પોતાની નોકરી ગુમાવશે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે મેટાએ ડિરેક્ટર્સ અને વાઈસ પ્રેસિડન્ટ પાસેથી ક્યા કર્મચારીઓની છટણી કરવાની છે તેનો એક રિપોર્ટ માંગ્યો છે.

ગયા વર્ષે પણ કરી હતી છટણી
મેટામાં આ છટણી (Meta Layoffs 2023) બીજી વખત કરવામાં આવી રહી છે. ગયા વર્ષે ફર્સ્ટ રાઉન્ડમાં કંપનીએ 11 હજાર કર્મચારીઓની છટણી કરી હતી એટલે કે કંપનીની વર્કફોર્સના 11% કર્મચારીઓને નોકરીમાંથી નીકાળવામાં આવ્યાં હતાં.

મેટાએ હજુ સત્તાવાર જાહેરાત કરી નથી
મેટા કંપનીએ એડ્સ કેટેગરીમાં કેટલાંક પ્રતિબંધો લગાવતા તેમની રેવન્યૂમાં નોંધપાત્ર ધટાડો નોંધાયો છે. જેની સીધી અસર તેમની એડ રેવન્યૂ પર પડી છે. મેટાના CEO માર્ક ઝકરબર્ગે 2023ને કંપની માટે ખૂબ જ મહત્વનું વર્ષ ગણાવ્યું છે અને કંપની આ સમયમાં પોતાની આવડત કરતા બેસ્ટ કામ કરશે.કંપનીએ પર્ફોમન્સ રિવ્યુ પણ કરી લીધું છે જોકે મેટાએ હજુ આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here