વડોદરામાં પત્ની- દીકરી ડબલ મર્ડર કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, પતિનો એકતરફી પ્રેમ જવાબદાર?

0
164
તેજસની ગૂગલ અને યુ ટયૂબ પરની સર્ચ હિસ્ટ્રી જોઇ પોલીસ પણ ચોંકી ગઇ હતી

વડોદરા : શહેરના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં માતા-પુત્રીના ચકચારી હત્યા કેસમાં આ કેસમાં અનેક વિગતોનો ખુલાસો થયો છે. જેમાં ઉંદરનો ત્રાસ નહીં હોવા છતાં મકાનમાંથી ઉંદરની દવા મળતાં પોલીસને શંકા ઉપજી હતી અને તેજસ તેનો ખૂલાસો કરવામાં ફસાયો હતો. આ ડબલ મર્ડરમાં પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી.બંનેના શરીરમાં ઝેરી દવા હોવાનું ખૂલતાં પોલીસ અને ફોરેન્સિકની ટીમો તેજસના મકાનમાં ફરી વળી હતી. આ દરમિયાન ચોથે માળે તેજસ રહેતો હતો તેની ઉપરના દાદર પર કાટમાળમાંથી ઉંદર મારવાની દવા મળી આવી હતી.જેી પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું કે, અહીં ઉંદરનો ત્રાસ નથી. જેથી તેજસ પરનો શક વધુ મજબૂત બન્યો હતો. અનેક ખુલાસા સામે આવ્યા છે. પતિ તેજસ પટેલે જ પત્ની શોભના અને પુત્રી કાવ્યાને આઈસ્ક્રિમમાં ઝેર ખવડાવી ગળું દબાવી હત્યા કરી હોલાની ચોંકાવનારી વિગતોનો સામે આવી છે. તેજસે પત્ની અને પુત્રીને ગળું દબાવી અને ઝેર આપી મારી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ મામલે પતિ સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. મૃતક મહિલાના ગળે ઈજાનું નિશાન જોવા મળ્યા હતા. 6 વર્ષની દીકરી કાવ્યા અને તેની માતાની હત્યા પતિએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેજસે જ્યારે આ ખૂની ખેલ ખેલ્યો ત્યારે તેના નખ પત્નીના ગળામાં વાગ્યા હતા. પત્નીનું ગળું દબાવ્યા બાદ તેને દીકરીનું ગળું દબાવી દીધું હતું.પોલીસ તપાસમાં માતા-પુત્રીની બેવડી હત્યા પતિના અન્ય મહિલા સાથે આડા સબંધ, ઘર જમાઇ તરીકે રહેવાની મજબૂરી તેમજ પત્નીની અજુગતી માગણીઓ જેવાં વિવિધ કારણો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.પોલીસે તેજસની મોબાઇલ હિસ્ટ્રી ચેક કરી તેમાં પણ અનેક રાઝ ખૂલ્યા હતા. ગૂગલ અને યુ ટયૂબ પરની સર્ચ હિસ્ટ્રી જોઇ પોલીસ ચોંકી હતી. આ સર્ચ હિસ્ટ્રીમાં રેટ કિલર,ઝહર કૌન સા હોતા હૈ..મોત કૈસે હોતી હૈ, હાઉ ટુ ગીવ ડેથ, રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન પોઇઝન, ધ રેટ કિલર પોઇઝન, હાઉ ટુ કિલ અ મેન વિથ પીલો વગેરે જેવા વિષયો મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here