રાજકોટના પરિવારના ત્રણ સભ્યોનું ઋષિકેશમાં મોત

0
78
સોમવારે રમા એકાદશીના દિવસે રાજકોટના લોહાણા પરિવારના ત્રણ સભ્યો ઋષિકેશમાં નદીમાં ડૂબી ગયાના સમાચાર પણ સામે આવ્યા છે
સોમવારે રમા એકાદશીના દિવસે રાજકોટના લોહાણા પરિવારના ત્રણ સભ્યો ઋષિકેશમાં નદીમાં ડૂબી ગયાના સમાચાર પણ સામે આવ્યા છે

 દિલીપભાઇ કારિયા પુત્રી – જમાઈ પૌત્રી અને પત્ની સાથે ઋષિકેશ ખાતે ફરવા ગયા હતા.

રાજકોટ: દિવાળીના તહેવારોમાં રાજકોટના લોહાણા પરિવારમાં (Rajkot Lohana Family) માતમ છવાયો છે. ઋષિકેશ (Rishikesh) ગયેલા લોહાણા પરિવારના 3 સભ્યો નદીમાં ડૂબી જતાં પરિવાર પર આભ ફાટી તૂટી પડ્યુ છે. રાજકોટના જામનગર રોડ પર સરકારી પ્રેસ કોલોનીમાં રહેતા દિલીપભાઈ કારીયા પુત્રી, જમાઈ, તેમજ દોહિત્રી અને જમાઈ સાથે ઋષિકેશ ગયા હતા. આ સમયે સોમવારની મોડી સાંજે નીલકંઠ મહાદેવ પાસે આવેલા ભીમ ચડ્ડામાં તેમની દોહિત્રી નાહવા ગઈ હતી. ત્યારે નાના નાના પથ્થરો પર પગ આવતા તે અચાનક પાણીમાં પડી ગઇ હતી. એ સમયે નદીમાં ઓચિંતું પાણીનો પ્રવાહ વધતાં તે તણાઈ ગઈ હતી. જેને બચાવવા પરિવારના અન્ય સભ્યો પણ પાણીમાં કૂદ્યા હતા. પરંતુ કમનસીબે એક જ પરિવારના ત્રણ સભ્યો ડૂબી જતા પરિવારમાં માતમ છવાયો છે. ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે કે અન્ય બે વ્યક્તિઓના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. ત્યારે આ પરિવારનો મોત પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.ઋષિકેશમા મોત પહેલા મૃતક સોનલબેહેને પોતાના પિતા સાથે વીડિયો બનાવ્યો હતો. વિડીયો બનાવતા સમયે દીકરી તેમજ તેના માતા-પિતાને ખ્યાલ પણ નહોતો કે આ તેમનો એક સાથે અંતિમ વીડિયો હોઈ શકે છે. ખમ્મા ઘણી લાડકવાઈ ને ઘણી ખમ્મા નામના ગુજરાતી ગીત પર તે લોકોએ વીડિયો બનાવ્યો હતો. જે તેમણે સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.સોમવારે રમા એકાદશીના દિવસે રાજકોટના લોહાણા પરિવારના ત્રણ સભ્યો ઋષિકેશમાં નદીમાં ડૂબી ગયાના સમાચાર પણ સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટના જામનગર રોડ પર સરકારી પ્રેસ કોલોનીમાં રહેતા દિલીપભાઈ કારીયા પુત્રી, જમાઈ, તેમજ દોહિત્રી અને જમાઈ સાથે ઋષિકેશ ગયા હતા. તેઓ ભીમચડ્ડા નામના સ્થળે પગ બોળવા ગયા હતા. તે દરમિયાન આ દૂર્ઘટના ઘટી હતી. દિલીપભાઇનો દીકરો ત્યાં જવા રવાના થઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here