રાહુલ ગાંધીએ RSSની સરખામણી મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી, કહ્યું- NDA સરકાર 2014માં સત્તામાં આવી હતી પણ હવે તે જશે

0
33
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ યુકેના પ્રવાસે છે. તેઓ ત્યાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. સોમવારે રાહુલ ગાંધીએ લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં હાજરી આપી હતી. રાહુલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે RSSની સરખામણી મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. તેમણે કહ્યું, ‘RSS એક ગુપ્ત સમાજ છે. તે મુસ્લિમ બ્રધરહુડ પર આધારિત છે અને તેમનો વિચાર સત્તામાં આવવા માટે લોકશાહી સ્પર્ધાનો ઉપયોગ કરવાનો છે અને પછી લોકશાહી સ્પર્ધાને ખતમ કરવાનો છે.’આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘ભારતમાં લોકતાંત્રિક સ્પર્ધાનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેનું કારણ ‘RSS’ નામનું સંગઠન છે. તે એક કટ્ટરવાદી, ફાસીવાદી સંગઠન છે, જેણે મૂળભૂત રીતે ભારતની લગભગ તમામ સંસ્થાઓ પર કબજો જમાવી લીધો છે. ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે કે તે ભારતમાં હંમેશા સત્તામાં રહેશે. પરંતુ અમે (કોંગ્રેસ) માનીએ છીએ કે તેમની વિચારસરણી હાસ્યાસ્પદ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here