બિહાર, ઝારખંડ સહિત દેશના આ રાજ્યોમાં 4 જૂન સુધી આવુ રહેશે હવામાન: IMDની આગાહી

0
61
દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હવામાન બદલાયુ છે જેના કારણે ભીષણ ગરમીથી લોકોને રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં 4 જૂન સુધી મોસમ ખુશનુમા રહેશે તો બિહાર, ઝારખંડ, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે. 
બુધવારે દિલ્હીના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો. ભારતીય હવામાન વિભાગે સમગ્ર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ તીવ્રતાના વરસાદની આગાહી કરી છે. આઈએમડીએ જણાવ્યુ કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ આગામી અમુક કલાકોમાં સામાન્યથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પડવાની શક્યતા છે. આઈએમડી અનુસાર બડૌત, બાગપત (યુપી), પિલાની, ભિવાડી, તિજારા અને ખૈરથલ (રાજસ્થાન)માં પણ આગામી અમુક કલાકોમાં સામાન્યથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પડશે. 
ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા- આઈએમડી
આઈએમડીએ કહ્યુ કે જૂનના મહિનામાં સમગ્ર ભારતમાં વરસાદ સામાન્યથી નીચે સ્તરે રહેશે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા જેવા રાજ્યોની સાથે-સાથે ઉત્તરી ભારતના મોટા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે.
પહાડી રાજ્યોમાં હવામાન
ઉત્તરાખંડના મોટાભાગના ભાગોમાં મંગળવારે ઝડપી પવન સાથે વરસાદ અને કરા પડ્યા. આજના હવામાન અંગે આઈએમડી અનુસાર આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી તો લઘુતમ તાપમાન 8 ડિગ્રી નોંધાઈ શકે છે. આ સાથે આજે કેટલાક ભાગોમાં વરસાદની સાથે વાદળ ગર્જના થશે. આ સિવાય હિમાચલમાં પણ હવામાન આ પ્રકારનું છે. રાજ્યમાં 5 જૂન સુધી મોસમનો મિજાજ ખુશનુમા રહેશે. મોટાભાગના ભાગોમાં વરસાદ સાથે લઘુતમ તાપમાન 7 ડિગ્રી નોંધાઈ શકે છે. મહત્તમ 14 ડિગ્રી સુધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here